Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકમલ હાસનની ફિલ્મ વિક્રમ 200 કરોડ પાર, બોક્સ ઓફિસ પર અક્ષય કુમારને...

    કમલ હાસનની ફિલ્મ વિક્રમ 200 કરોડ પાર, બોક્સ ઓફિસ પર અક્ષય કુમારને પાછળ છોડયો

    ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી મેકર્સને ઘણી આશાઓ હતી, પરંતુ શરૂઆતના દિવસે જ ફિલ્મ બોક્સ ઓફિસ વધું કમાલ ન દેખાડી શકી. 4 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો નથી મળી રહ્યા.

    - Advertisement -

    કમલ હાસનની ફિલ્મ વિક્રમ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ગયા શુક્રવારે (3 જૂન, 2022) ત્રણ મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવી. આ ત્રણ ફિલ્મો હતી વિક્રમ, સમ્રાટ પૃથ્વીરાજ અને મેજર. સમ્રાટ પૃથ્વીરાજ અને મેજરની સરખામણીમાં કમલ હાસનની ફિલ્મ વિક્રમ પ્રથમ સપ્તાહમાંજ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મ આજે 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ઓપનિંગ ડે પર વર્લ્ડ વાઈડ 58 કરોડની કમાણી કર્યા બાદ ‘વિક્રમ’એ બીજા, ત્રીજા અને ચોથા દિવસે પણ ઘણી કમાણી કરી છે.

    ટ્રેન્ડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કર્યું હતું કે, “2022માં 3 થી 4 દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર તમિલ/કોલીવુડ ફિલ્મ વિક્રમ છે.” રમેશ બાલાના જણાવ્યા અનુસાર, ટોપ ગન: મેવેરિક અને જુરાસિક વર્લ્ડ ડોમિનિયન પછી વિક્રમ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર નંબર 3 પર છે.

    વિક્રમે સોમવારે અપેક્ષા કરતાં વધુ કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. તમિલનાડુની બહાર ફિલ્મ વધુ સારી રીતે કારગર રહી છે. ‘પિંકવિલા’ના અહેવાલ અનુસાર, દક્ષિણના રાજ્યોમાં સોમવારે (6 જૂન, 2022) ફિલ્મે લગભગ 11 થી 11.25 કરોડની કમાણી કરી છે. તે જ સમયે, તેણે સમગ્ર ભારતમાં 19 કરોડ રૂપિયાની કમાણી કરી. માત્ર તમિલનાડુ બોક્સ ઓફિસની વાત કરીએ તો, ફિલ્મે રિલીઝના ચોથા દિવસે 7.54 કરોડના બિઝનેસ સાથે કુલ 59.91 કરોડની કમાણી કરી લીધી છે. આ સિવાય ફિલ્મે સોમવારે વિદેશોમાં પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ વાઈડ ફિલ્મે 195 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ રિલીઝના પાંચમા દિવસે 200 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

    - Advertisement -

    કમલ હાસન સ્ટારર વિક્રમનું નિર્દેશન લોકેશ કનાગરાજ દ્વારા કરવામાં આવ્યું છે. લોકેશ કનાગરાજ આ ફિલ્મના લેખક પણ છે. આ ફિલ્મમાં કમલ હાસન એક રિટાયર્ડ RAW એજન્ટની ભૂમિકામાં છે. ફિલ્મમાં કમલ હસન ઉપરાંત વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં છે.

    તમને જણાવી દઈએ કે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજથી મેકર્સને ઘણી આશાઓ હતી, પરંતુ શરૂઆતના દિવસે જ ફિલ્મ બોક્સ ઓફિસ વધું કમાલ ન દેખાડી શકી. 4 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો નથી મળી રહ્યા. બીજી તરફ કમાન્ડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત ફિલ્મ મેજરને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં આદિવી શેષ લીડ રોલમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં