બિહારના બક્સરમાં SDM જ્યોતિ મૌર્યનો વાયરલ વીડિયો જોઈને એક પતિએ પત્નીનું કોચિંગ બંધ કરાવી દીધું. પતિનું કહેવું છે કે જેમ જ્યોતિએ એસડીએમ બન્યા પછી પતિને છોડી દીધો હતો, એમ ન થાય કે તેની પત્ની પણ તેને છોડી દે. પત્નીએ તેના પતિને કોચિંગ ન છોડાવવા માટે સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, તેમ છતાં પણ પતિ રાજી ન થયો, પછી મહિલા પોલીસ પાસે પહોંચી અને તેમની પાસે મદદ માંગવા લાગી. યુવકનું કહેવું છે કે જ્યોતિ મૌર્યની કથિત બેવફાઈની વાર્તા સામે આવ્યા બાદ તે ગભરાટમાં છે. તેને ડર છે કે ઓફિસર બન્યા બાદ તેની પત્ની પણ તેને છોડી દેશે. આલોક મૌર્યની જેમ તેની સાથે ન થાય.
અહેવાલો મુજબ ખુશ્બુએ પોલીસને કહ્યું કે, “સાહેબ, હું જ્યોતિ મૌર્ય નહીં બનું. હું બેવફા નથી મારા પતિને સમજાવો કે મને મારો અભ્યાસ ન છોડાવે.” ખુશ્બુએ કહ્યું કે તેણે તેના પતિને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ તે તેની વાત સાંભળવા તૈયાર નથી. પતિને સમજાવીને કંટાળી જતાં તેણે પોલીસની મદદ લેવાનું વિચાર્યું. ખુશ્બુ કુમારીના લગ્ન 2010માં ચૌગઈના રહેવાસી પિન્ટુ સિંહ સાથે થયા હતા.
અભ્યાસમાં સારી હોવાને કારણે પિન્ટુએ ખુશ્બુને લગ્ન પછી ગ્રેજ્યુએટ કરાવી અને પછી તેને પીસીએસની તૈયારી માટે પ્રયાગરાજ મોકલી હતી. ખુશ્બુ એક વખત પીસીએસ માઈનોર નંબર માટે ચૂકી ગઈ હતી. આ પછી, પતિએ ફરી એકવાર હિંમત એકઠી કરી અને તેને તેના અભ્યાસમાં સાથ આપવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ આખરે પિન્ટુએ SDM જ્યોતિ મૌર્યા કેસ પરથી સબક લઈને પોતાના પત્નીનું કોચિંગ છોડાવ્યું. તેને ડર હતો કે તેની પત્ની પણ એવું જ કરશે.
જાણો શું છે આખો મામલો
મામલો એ રીતે છે કે ઉત્તર પ્રદેશની જ્યોતિનું SDM બનવાનું સપનું હતું. આલોક એક જવાબદાર પતિ હોવાને કારણે તેની પત્નીનું સપનું પૂરું કરવા માંગતો હતો. બાદમાં, તે પ્રયાગરાજ ગયો, જ્યોતિને કોચિંગ માટે મોકલ, અને તેના સપના પૂરા કરવા માટે તમામ જરૂરી વસ્તુઓ કરી. આ ઉપરાંત, આલોકે તેની કોચિંગ ફી પૂરી પાડવા માટે લોન લીધી હતી.
જ્યોતિ એસડીએમ બની ત્યારે તમામ મહેનત ફળી હતી. જે બાદ દંપતીએ ઉજવણી કરી હતી. પરંતુ આ ઉજવણી લાંબો સમય ટકી ન હતી. આલોકે જોયું કે એસડીએમ બન્યા પછી તેની પત્નીનું વર્તન બદલાઈ ગયું છે. આલોકને પાછળથી જાણવા મળ્યું કે તેની પત્નીનું સાથી અધિકારી સાથે અફેર હતું.
જે બાદ આલોકે રડતા રડતા એક વીડિયોમાં પોતાની આપવીતી જણાવી હતી. જે વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો હતો. અને તેના જ પરિણામ સ્વરૂપ અનેક પતિઓ કે જે પોતાની પત્નીઓને ભણાવતા હતા, તેઓએ તેમનું ભણતર અટકાવી દીધું હોવાના અહેવાલ આવ્યા હતા.