Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆશા છે કે કોંગ્રેસ ગુજરાત ચૂંટણીમાં કોઈ પણ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર...

    આશા છે કે કોંગ્રેસ ગુજરાત ચૂંટણીમાં કોઈ પણ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરે : જીગ્નેશ મેવાણી

    તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ ચૂંટણી જીતે તો પક્ષે સરકારનું નેતૃત્વ કરવા માટે આંદોલનમાંથી ઉભરતા ચહેરાને પસંદ કરવો જોઈએ.

    - Advertisement -

    જીગ્નેશ મેવાણીની આશા કોંગ્રેસ આવનાર ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર નહિ કરે, ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આશા વ્યક્ત કરી છે કે પશ્ચિમી રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કદાચ કોઈને પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેકટ નહીં કરે અને સત્તાધારી પક્ષ ભાજપનો સામનો “સામૂહિક નેતૃત્વ” થી કરશે તેવી જીગ્નેશ મેવાણીની આશા કોંગ્રેસ પાસે છે.

    દલિત નેતા મેવાણી, જેઓ કોંગ્રેસ સાથે ખુબજ નજીકથી કામ કરી રહ્યા છે, પણ તે છતાં મેવાણીએ સત્તાવાર રીતે પક્ષમાં નથી જોડાયા, તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ ચૂંટણી જીતે તો પક્ષે સરકારનું નેતૃત્વ કરવા માટે આંદોલનમાંથી ઉભરતા ચહેરાને પસંદ કરવો જોઈએ.

    થ્રીક્કાકરા વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા મેવાણી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે તે હોદ્દેદારની રેસમાં નથી. જ્યારે મેવાણીને પૂછવામાં આવ્યું કે શું કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે કોઈને રજૂ કરશે ત્યારે જવાબમાં કહ્યું હતું કે “ના ના… અમે સામૂહિક નેતૃત્વ સાથે જઈશું”, .

    - Advertisement -

    2017માં બનાસકાંઠા જિલ્લાના વડગામથી જીતેલા મેવાણીએ વધુમાં કહ્યું હતું કે, “તે લોક અંદોલનોજ છે જેમાંથી ચહેરાઓ ઉભરીને આવે છે. તેથી, કોંગ્રેસ પાર્ટી કે અન્ય કોઈ રાજકીય પક્ષને તે બાબત માટે… લોક ચળવળમાંથી ઉભરેલા ચહેરાઓને સ્થાન આપવાની જરૂર છે”, મેવાણીએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના સમર્થન સાથે, તેમને પૂછવામાં આવ્યું જો તેને ઓફર કરવામાં આવે તો શું તે ભૂમિકા લેવા માટે તૈયાર છે મેવાણીએ કહ્યું, “ના ના… હું તે રેસમાં નથી.”

    મેવાણીએ દાવો કર્યો હતો કે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામું પાર્ટી માટે બહુ અસર કરી શક્યું નથી. એક પ્રશ્નનો જવાબ આપતા મેવાણીએ કહ્યું હતું કે”વધુ નહીં… કામચલાઉ આંચકો અને મીડિયાનું થોડું ધ્યાન ખેંચાયું એટલુજ. બાકી વધુ અસર નથી થઇ,”

    રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર મેવાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને “ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાની સારી તક કરતાં વધુ મળી છે કારણ કે જેમના શાસનમાં લોકો ભાજપથી ખરેખર નારાજ છે” અર્થવ્યવસ્થા ધીમી પડી રહી છે, વધતો જતો ફુગાવો, બેરોજગારીનો વ્યાપ અને રાજ્યના લોકોને સાંપ્રદાયિક ધોરણે વિભાજન. “ગુજરાતના લોકો પરિસ્થિતિથી વાકેફ છે, અને કોવિડ-19 દરમિયાન, ગુજરાત સરકારની કામગીરી ખૂબ જ દયનીય હતી. તેઓએ મુખ્યમંત્રી અને સમગ્ર મંત્રીમંડળને બદલવું પડ્યું. જનતામાં રોષ છે. લોકો ખરેખર નારાજ છે. ભાજપ થી”

    આદિવાસીઓ અને સમાજના અન્ય તમામ વર્ગોને અસર કરતા પ્રોજેક્ટો અમલમાં મૂકવાનો પ્રયાસ કરતી વખતે રાજ્યની ભાજપ સરકાર સામે કોંગ્રેસ દ્વારા આયોજિત વિરોધનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ ચાર રાજ્યોમાં ચૂંટણી હાર્યા બાદ ગુજરાતમાં વધુ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે. મેવાણીએ જણાવ્યું હતું કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના તેમના ટ્વીટ્સ માટે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આવા કારણો લીધા હતા, ત્યારે “અમારી તરફેણમાં થોડી ગતિ આવશે.”

    આગામી દિવસોમાં કોંગ્રેસમાં બહુ ઓછા લોકો જોડાશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં