Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની રિયલ એસ્ટેટ ફર્મનું લાયસન્સ હરિયાણા સરકારે રદ...

    રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની રિયલ એસ્ટેટ ફર્મનું લાયસન્સ હરિયાણા સરકારે રદ કર્યું, કોંગ્રેસ સરકાર વખતે અપાયું હતું 

    રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાની ગુરુગ્રામની જમીન માટેનું લાઈસન્સ હરિયાણા સરકારે રદ્દ કરી દીધું છે.

    - Advertisement -

    હરિયાણાની ભાજપ સરકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બનેવી અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની એક કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે. સત્તામાં આવ્યાના આઠ વર્ષ બાદ ભાજપ સરકારે આ કાર્યવાહી કરી છે. ભાજપની હરિયાણા સરકારે ગુરુગ્રામમાં બનાવવામાં આવી રહેલા સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડનું રિયલ એસ્ટેટ લાયસન્સ રદ કરી દીધું છે. 

    વર્ષ 2008 માં હરિયાણામાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન રોબર્ટ વાડ્રા અને કંપનીને લાયસન્સ આપવામાં આવ્યું હતું. હવે હરિયાણાના ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના ડાયરેક્ટર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રોબર્ટ વાડ્રાની કંપનીનું લાયસન્સ રદ કરવાનો આદેશ 9મી માર્ચના રોજ આપવામાં આવ્યો હતો. 

    વર્ષ 2012માં સ્કાઈલાઈટે કમર્શિયલ કોલોની બનાવવા માટેનું લાયસન્સ 58 કરોડ રૂપિયામાં રિયલ એસ્ટેટ કંપની DLFને વેચી દીધું હતું. એટલું જ નહીં, નિયમોનું ઉલ્લંઘન કરીને ગુરુગ્રામના વઝીરાબાદમાં ડીએલએફને 350 એકર જમીન વેચવાનો પણ આરોપ લાગ્યો છે. અહીં નોંધવું જોઈએ કે, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ લાઇસન્સ થકી રહેણાંક, કમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ કૉલોની બનાવવા માટેનો અધિકાર મળે છે. વર્ષ 2012 માં પણ આ જમીન સબંધિત કરાર વિવાદમાં આવ્યા હતા. 

    - Advertisement -

    આઈએએસ અશોક ખેમકાએ 15 ઓક્ટોબર 2012 ના રોજ સ્કાયલાઈટના 3.35 એકરનું મ્યૂટેશન રદ કરી દીધું હતું. જે બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. જોકે, મ્યૂટેશન રદ કરવાનો આદેશ ગુરુગ્રામ રેવન્યૂ એડમિનિસ્ટ્રેશન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો ન હતો. 25 એપ્રિલ, 2014 ના રોજ ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, મ્યૂટેશનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી અને તેની માલિકી DLF પાસે જ બતાવે છે.

    2014 માં જ્યારે હરિયાણામાં ભાજપ સરકાર સત્તા પર આવી તો હુડ્ડા સરકાર તરફથી રોબર્ટ વાડ્રાની કંપનીને આપવામાં આવેલ લાયસન્સ પર ખૂબ વિવાદ થયો હતો. હવે વિભાગે લાયસન્સ રદ કદી દીધું છે. હવે આ જમીન પર કોઈ નિર્માણકાર્ય થઇ શકશે નહીં. જાણવું જરૂરી છે કે હુડ્ડા સરકારે ખૂબ સસ્તા ભાવે આ જમીન રોબર્ટ વાડ્રાને આપી હતી અને જે ત્યારબાદ મોટી કિંમતમાં DLF ને વેચી દેવામાં આવી હતી. 

    હરિયાણા સરકારે જસ્ટિસ એસએસ ઢીંગરાની અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી હતી અને જે તપાસનો રિપોર્ટ પણ સરકારને સોંપી દેવામાં આવ્યો હતો. જોકે, કોર્ટે કમિશનના આ રિપોર્ટને સાર્વજનિક કરવા પર રોક લગાવી હતી. સ્કાયલાઈટ જ્યારે જમીન DLFને વેચી ત્યારે નવા ટાઇટલ સાથે સ્ક્રૂટિની ફી જમા કરવામાં આવી અને સરકાર સમક્ષ આવેદન કરવામાં આવ્યું હતું. 

    2012 માં કોલોનીની બિલ્ડીંગ બનાવવા માટેનો પ્લાન અપ્રૂવ થયો હતો. અને 2017 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો. DLF લાયસન્સ રિન્યૂ કરાવવા માંગતું હતું. પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ ન થતા 2011 માં લાયસન્સ માટે આવેદન કરવામાં આવ્યું હતું. 2012 માં તત્કાલીન ડીજી અશોક ખેમકાએ મ્યૂટેશન રદ કરી દીધું હતું. 

    હવે DLFએ આ મામલે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના અધિક મુખ્ય સચિવ સમક્ષ અપીલ દાખલ કરી હતી, જેમાં રદ કરવાના આદેશને પડકારવામાં આવ્યો છે. ડીએલએફે સરકારને પાઠવેલા પત્રમાં કહ્યું કે, લાયસન્સ રિન્યૂ કરવામાં વિલંબ થવાના કારણે વિકાસકાર્ય પૂર્ણ થઇ શક્યું નથી. લાયસન્સના ટ્રાન્સફર માટે જરૂરી શુલ્ક સાથે એક આવેદન પણ જમા કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે વાડ્રાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી એક લાખ રૂપિયાથી શરૂ થઇ હતી. 2008 માં સ્કાઈલાઈટે સેક્ટર 83માં આંકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 7.5 કરોડ રૂપિયામાં 3.5 એકર જમીન ખરીદી હતી. આરોપ છે કે કમર્શિયલ કોલોનીનું લાયસન્સ મળ્યા બાદ સ્કાયલાઇટે જમીન 58 કરોડમાં DLFને વેચી દીધી હતી. આ મામલે વાડ્રા અને હુડ્ડા વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં