Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી વિવાદિત મસ્જીદ ઢાંચામાં ફરી સર્વે શરૂ:ભોંયરામાંથી થશે વીડિયોગ્રાફી, ચાવી નહીં મળે...

    જ્ઞાનવાપી વિવાદિત મસ્જીદ ઢાંચામાં ફરી સર્વે શરૂ:ભોંયરામાંથી થશે વીડિયોગ્રાફી, ચાવી નહીં મળે તો તૂટશે તાળું, CM યોગી પણ શહેરમાં હાજર

    વહીવટી અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ચાવી નહીં આપવામાં આવે તો, કોર્ટના આદેશનું પાલન કરવા માટે તાળું તોડી નાખવામાં આવશે. અંજુમનના હોદ્દેદારોએ ભોંયરાની ચાવીઓ હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ તાળા ખોલીને સર્વે કરવાની ખાતરી આપી હતી.

    - Advertisement -

    જ્ઞાનવાપી વિવાદિત મસ્જીદ ઢાંચા સર્વે બાબતના વિરોધ બાદ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલમાં બનેલી વિવાદિત મસ્જિદના સર્વે અને વીડિયોગ્રાફીનું કામ ફરી શરૂ થઈ ગયું છે, ગઈ વખતના સંજોગોને જોતા અને કોર્ટના કડક વલણના કારણે પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, આ સર્વે માટે કમિશનર અજય કુમાર મિશ્રા સાથે સ્પેશિયલ કોર્ટ કમિશનર વિશાલ સિંઘ અને આસિસ્ટન્ટ કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંઘ પણ રહેશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતની તૈયારીઓ જોવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આજે વારાણસીમાં છે. આ માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. બીજી તરફ, જ્ઞાનવાપી વિવાદ કેસમાં અરજદાર રાખી સિંહનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ શિવમ ગૌરે જણાવ્યું હતું કે, “આજે અમે અંડરગ્રાઉન્ડ સેલમાં (ભોયરામાં) પ્રવેશ કરીશું અને વીડિયોગ્રાફી શરૂ કરીશું.”

    મસ્જિદ કમિટી અને મુસ્લિમોના વિરોધને જોતા આ વખતે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક જગ્યાએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વિવાદિત વિસ્તારના 500 મીટરની અંદરની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, મંદિરના દર્શનાર્થીઓના સંદર્ભમાં, કાશી ઝોનના ડીસીપી આરએસ ગૌતમે કહ્યું કે લોકોને કોઈ અગવડતા ન પડે, આ માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે, દર્શન વ્યવસ્થિત થવા જોઈએ અને બધું ઠીક હોવું જોઈએ.

    - Advertisement -

    સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે કરવામાં આવશે. આ સંદર્ભમાં, શુક્રવારે (13 મે, 2022), વહીવટીતંત્રે પ્રતિવાદી અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટીના અધિકારીઓ સાથે બેઠક યોજી અને તેમની પાસેથી ભોંયરાની ચાવી માંગી. સમિતિના પ્રતિનિધિઓએ કહ્યું કે તેઓ ભોંયરું ખોલીને સર્વેમાં કમિશનને મદદ કરશે. અધિકારીઓએ કહ્યું કે સર્વે દરમિયાન ભોંયરું ખુલ્લું રહે.

    તે જ સમયે, વહીવટી અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ચાવી નહીં આપવામાં આવે તો, કોર્ટના આદેશનું પાલન કરવા માટે તાળું તોડી નાખવામાં આવશે. અંજુમનના હોદ્દેદારોએ ભોંયરાની ચાવીઓ હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ તાળા ખોલીને સર્વે કરવાની ખાતરી આપી હતી.

    અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીના સેક્રેટરી યાસીન સઈદે મુસ્લિમોને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે કોર્ટના આદેશ અંગે કોઈ ટિપ્પણી કરી શકાતી નથી અને સમિતિ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. તેમણે કહ્યું કે લોકોએ ધીરજથી કામ લેવું જોઈએ અને શાંતિ જાળવી રાખવી જોઈએ કારણ કે વિરોધ કરનારાઓ સામે કેસ નોંધવામાં આવશે.

    આપને જણાવી દઈએ કે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી સંકુલમાં બનેલી મસ્જિદનો વિવાદ 1931થી ચાલી રહ્યો છે. આ મામલામાં પ્રતિવાદી સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા હતા અને યથાસ્થિતિ જાળવવા અપીલ કરી હતી, પરંતુ કોર્ટે ના પાડી દીધી હતી. જો કે સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે.

    વારાણસીમાં મુખ્યમંત્રી યોગી

    રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની બે દિવસીય મુલાકાતે વારાણસીમાં છે. આજે તેઓ પાર્ટીના કાર્યકરો અને અધિકારીઓને મળશે અને કામની વિગતો લેશે. આ પહેલા સીએમ યોગીએ શુક્રવારે મોડી રાત્રે શહેરના નિર્માણાધીન અને પૂર્ણ થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી.

    જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને જૂન મહિનામાં વારાણસીની મુલાકાત લેશે. તેઓ જાન્યુઆરીમાં પૂર્ણ થયેલ પ્રોજેક્ટ વારાણસીના લોકોને સમર્પિત કરશે. આ સાથે તેઓ રિવર ફ્રન્ટ સ્કીમ, શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે રોપ-વે પ્રોજેક્ટ વગેરે સહિત અન્ય ઘણા મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં