Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત બનશે ફાર્મા ક્ષેત્રમાં ભારતનું મેક ઈન ઈન્ડિયા હબ: 115 નવા ફાર્મા...

    ગુજરાત બનશે ફાર્મા ક્ષેત્રમાં ભારતનું મેક ઈન ઈન્ડિયા હબ: 115 નવા ફાર્મા યુનિટને અપાઈ મંજૂરી, જલ્દી કાર્યરત થશે

    ગુજરાતમાં ફાર્મા સેક્ટરને જબરદસ્ત પ્રોત્સાહન મળી રહ્યું છે અને આ જ કડીમાં હવે ગુજરાત રાજ્ય દેશનું ફાર્માસ્યુટિકલ હબ બને તે માટેના મજબૂત પ્રયાસો શરુ થઇ ગયા છે જેના પરિણામો બહુ જલ્દીથી જોવા મળશે.

    - Advertisement -

    ભારતની આયાતની નિર્ભરતા ઘટાડવા ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે બદલાઇ જશે. કોરોના મહામારીના લોકડાઉન પછી ગુજરાતમાં બલ્ક ડ્રગ બનાવવા અને એકટીવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડીયન્ટસ (API)ના ઉત્પાદન માટે ૧૧૫ નવા પ્લાન્ટને લાયસન્સ આપવામાં આવ્યા છે. જેના માટે રાજ્યમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.

    અત્યારે કામ કરી રહેલ કંપનીઓએ કાચા માલ માટે ચીનથી આયાત પર મોટો આધાર રાખવો પડે છે. ગુજરાતના ફુડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશન (FDCA)ના એન્ડ કમિશનર એચજી કોશીયાએ કહ્યું કે અત્યારે ગુજરાતમાં કુલ ૩૪૧૫ દવા ઉત્પાદક યુનિટોમાંથી ૧૫૬૭ બલ્ક ડ્રગ ઉત્પાદક છે. છેલ્લા બે વર્ષમાં અમારા વિભાગે ૨૮૮ નવા ફાર્મા ઉત્પાદક યુનિટોને મંજૂરી આપી છે. જેમાંથી ૪૦ ટકા API (કાચો માલ) ઉત્પાદન કરશે.

    તેમણે કહ્યું કે ગુજરાત અને ભારતનો ફાર્મા ઉદ્યોગ અત્યારે વીટામીન, એન્ટીબાયોટીકસ અને સ્ટેરોઇડના કાચા માલ માટે ચીન પર નિર્ભર છે. હવે આ નવા યુનિટો શરૂ થતા તેમાં મોટો ઘટાડો થશે એકવાર એપીઆઇ પાર્ક શરૂ થશે એટલે મોટી કંપનીઓ અહીં રોકાણ કરવા માટે આવશે

    - Advertisement -

    ગુજરાત એફડીસીએ અનુસાર ૨૦૧૯-૨૦ સુધી અહીં દર વર્ષે સરેરાશ ૩૦ નવા API ઉત્પાદક યુનિટો આવતા હતા જે હવે લગભગ બમણા થઇ ગયા છે.

    ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રના સૂત્રોએ કહ્યું કે, કોરોના મહામારી પછી ચીનથી આવતા સપ્લાયમાં તકલીફના કારણે એપીઆઇના ભાવોમાં અચાનક વધારો થઇ ગયો છે. જો ગુજરાતમાં ભારતીય એપીઆઇનું ઉત્પાદન વધશે તો દવાઓના ભાવો પણ ઘટશે.

    સુત્રો અનુસાર સેફાલોસ્પોરીન્સ, સ્ટેરોઇડસ, ઇનઓર્ગેનીક સોલ્ટસ, પ્રોટોન પંપ ઇન્ડીબીટર્સ એનાલ્જેસીકસ, એન્ટીપાયરેટીકસ અને પેરાસીટામોલ, ડાયકલોફેનેક સોડીયમ, એસીલોફેનાક આઇબુપ્રોફેન, એન્ટી હાયપરટેન્સીવ્સ, એન્ટી-ડાયાબીટીસ અને એન્ટી-વાયરલ્સ જેવા એન્ટી ઇન્ફલેમેટરી ડ્રગ્સ મોટાભાગે આયાત કરવા પડે છે. નવા યુનિટો શરૂ થતાં આ ઉત્પાદનો ગુજરાતમાં ઉત્પાદન થવા લાગશે.

    આ પહેલા ગત વર્ષે ગુજરાતમાં મેનકાઇન્ડ ફાર્માને નવા પ્લાન્ટ માટે મંજૂરી અપાઈ હતી જેમાં કંપની 1100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની છે. એ સિવાય USV પ્રાઈવેટ લિમિટેડ કંપની પણ ગુજરાતનાં ફાર્મા ક્ષેત્રમાં 360 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે નજીકના ભવિષ્યમાં. આ ઉપરાંત યુરોપીયન કંપની ઝેન્તિવાએ અંકલેશ્વરમાં એક ફાર્મા કંપની ટેક ઓવર કરીને 150 કરોડનું રોકાણ કરીને એનું નવીનીકરણ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં