Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના વધુ ચાર શહેરોમાં શરૂ થશે મેટ્રો ટ્રેન, આ વર્ષના અંત સુધીમાં...

    ગુજરાતના વધુ ચાર શહેરોમાં શરૂ થશે મેટ્રો ટ્રેન, આ વર્ષના અંત સુધીમાં રિપોર્ટ સોંપી દેવાશે

    ભારત સરકાર દ્વ્રારા નવા પ્રકારની માસ રેપિડ ટ્રાંઝિસ્ટ સિસ્ટમ (MRTS) વિકસાવવામાં આવશે. જેને MRTS નિયો અને MRTS લાઈટ કહેવાય છે. આ બંને પ્રકારની MRTS  સિસ્ટમ ખાસ કરીને નાના અને મધ્યમ કદના શહેરો માટે તૈયાર કરવામાં આવી છે.

    - Advertisement -

    ગુજરાત રાજ્યના ચાર શહેરો વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ફ્રાન્સ સ્થિત એન્જીનિયરીંગ ગ્રુપ SYSTRA દ્વારા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.  

    આ ચાર શહેરોમાં બે નવા પ્રકારની માસ રેપિડ ટ્રાંઝિસ્ટ સિસ્ટમ (MRTS) વિકસાવવામાં આવશે. જેને MRTS નિયો અને MRTS લાઈટ કહેવાય છે. આ બંને પ્રકારની MRTS  સિસ્ટમ ખાસ કરીને નાના અને મધ્યમ કદના શહેરો માટે તૈયાર કરવામાં આવી છે.

    ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક રિપોર્ટ અનુસાર,ગુજરાતમાં MRTS સબંધિત પ્રોજેક્ટનું કામ સાંભળતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ  જણાવ્યું હતું કે, ચાર શહેરોમાં તૈયાર કરવામાં આવનાર મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ પ્રોજેક્ટ પરંપરાગત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ્સ કરતાં ઘણા સસ્તા હશે. આ પ્રોજેક્ટ્સ માટે DPR આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના છે.

    - Advertisement -

    SYSTRA આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે DPR તૈયાર કરવા ઉપરાંત મેટ્રો ટ્રેનના સંચાલન માટેના કોરિડોરની ઓળખ, શહેરોમાં ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ તેમજ આ દરેક શહેરોમાં ગ્રોથ સેન્ટરોની ઓળખ કરવાનું કામ પણ કરશે. 

    અધિકારીએ આગળ જણાવ્યું કે, વધુ ક્ષમતા અને વધુ પડતા ખર્ચને જોતાં નાના શહેરોમાં હાઈ મેગ્નિટ્યૂડ મેટ્રો રેલ સિસ્ટમ તૈયાર કરવી વધુ ખર્ચાળ રહે છે. જેના કારણે આ શહેરોની જરૂરિયાતોને પૂર્ણ કરવા ભારત સરકારે મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ નામની નવી સિસ્ટમ વિકસાવી છે. જે આ શહેરોમાં વધુ કાર્યક્ષમ સાબિત થશે. મેટ્રો નિયો અને મેટ્રો લાઈટ બંને સિસ્ટમ સમાન રીતે જ કામ કરશે  તેમ જાણવા મળ્યું છે.

    તેમણે આગળ ઉમેર્યું કે, “લાંબા ગાળાની વિકાસ યોજનાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર આ ચાર શહેરોમાં મેટ્રો ટ્રેન સિસ્ટમ વિકસાવવા માંગે છે અને આ પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી GMRC ને સોંપવામાં આવી છે. 

    અમદાવાદ મેટ્રો (તસ્વીર સાભાર: Rail Analysis India)

    અમદાવાદ મેટ્રો સાથે તુલના કરવામાં આવે તો આ ચાર શહેરોમાં શરૂ થનાર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં છ ને બદલે ત્રણ કે ચાર કાર હશે. અને જ્યારે ટ્રેનની લંબાઈ ઘટે છે ત્યારે સ્ટેશનો પણ નાના થાય છે અને સમગ્ર પ્રોજેક્ટના ખર્ચમાં ઘટાડો આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1 ના એક કિલોમીટર નિર્માણ માટે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે મેટ્રો લાઇટમાં 150 કરોડ અને મેટ્રો નિયોમાં 100 કરોડ જેટલો ખર્ચ થશે. એટલે કે ખર્ચ લગભગ અડધો થઇ જશે.

    મેટ્રો લાઈટ અને મેટ્રો નિયો પ્રોજેક્ટ માટે જમીનની જરૂરિયાત પણ ઓછી  રહેશે, કારણ કે સ્ટેશનો કદમાં નાનાં હશે. તદુપરાંત, કેટલાક ભાગોમાં મેટ્રોને એલિવેટેડ કોરિડોરની જરૂર રહેશે નહીં અને તે રસ્તાની સમાંતર જ ચાલશે. 

    GMRC ગુજરાત સરકાર અને ભારત સરકારનું સંયુક્ત સાહસ છે. જેને અમદાવાદ અને સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે અને હાલ બંને શહેરોમાં કામ ચાલી રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં