Friday, April 19, 2024
More
    હોમપેજક્રાઈમઅમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના એસ્ટેટ મેનેજરે ABVP કાર્યકર્તાને જાતિસૂચક શબ્દો કહી માર...

    અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીના એસ્ટેટ મેનેજરે ABVP કાર્યકર્તાને જાતિસૂચક શબ્દો કહી માર મારતા હોબાળો, વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી

    અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સીટીમાં વિદ્યાર્થીને જાતિસૂચક શબ્દોથી અપમાનિત કરતાં વિવાદ સર્જાયો છે અને આ અંગે ABVPએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

    - Advertisement -

    રવિવાર રાત્રે સોલા પોલીસ સ્ટેશન ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરે સિલ્વર ઓક યુનિવર્સિટી કેમ્પસના એસ્ટેટ મેનેજર સામે જાતિવિષયક શબ્દો બોલી માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. આ પહેલા સિલ્વર ઓક યુનિવર્સિટીના એસ્ટેટ મેનેજરે શુકવારે 3 વિદ્યાર્થીઓ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આ કિસ્સામાં બીજી ફરિયાદ છે.

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર અને સિલ્વર ઓક યુનિવર્સિટી કેમ્પસમાં બીબીએ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી વિશાલ ધનજીભાઇ પરમારે સિલ્વર ઓક યુનિવર્સિટીના એસ્ટેટ મેનેજર વિવેક લક્ષ્મણભાઈ ગોસાઇ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

    ફરિયાદ મુજબ ગત ગુરૂવારે સાંજે વિવેક કોલેજના ફૂડકોર્ટમાં વિશાલ પાસે જઈને ABVPના કાર્યકરો વિશે ખરાબ શબ્દો બોલી રહ્યો હતો. ફરિયાદી પોતે ABVPમાં સક્રિય હોઈ વિવેકને તેમ ન બોલવા જણાવ્યું હતું. આથી, વિવકે વિશાલને જાતિવિષયક શબ્દો બોલીને “તારે વચ્ચે પડવું નહીં’ તેમ કહી ધક્કો માર્યો હતો. તે સમયે ત્યાં હાજર એબીવીપીના મહિલા કાર્યકર વચ્ચે પડતા વિવેકે તેને પણ અપશબ્દો બોલ્યા હતા. બીજા દિવસે જ્યારે મહિલા કાર્યકર કેન્ટીનમાં નાસ્તો કરી રહી હતી તે સમયે ત્યાં પહોંચેલા વિવેકે ‘તું કાલે કેમ વચ્ચે પડી હતી, હવે તારાથી કંઈ નહીં થાય’ તેમ કહીને ફરી વિશાલ વિશે જાતિવિષયક ભાષા વાપરી હતી. દરમિયાન વિશાલ, પ્રજ્વલ તિવારી, જય પટેલ, નિહાર દેસાઈ, મિત પટેલ અને સૂર્યરાજસિંહ ચૌહાણે ત્યાં જઈને ‘વિવેકભાઈ આવું કેમ બોલો છો’ તેવો સવાલ કર્યો હતો. ત્યારે વિવેક ગોસાઈએ વિશાલને કહ્યું હતું કે, ‘કાલનો માર તને યાદ નથી.’ વિશાલે એવું ન બોલવા જણાવતા ઉશ્કેરાયેલા વિવેક ગોસાઈએ વિધાર્થીઓ સાથે મારામારી કરી હતી.

    - Advertisement -

    બંને પક્ષો તરફથી સામ સામે ફરિયાદ થતાં પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કર્ણાવતી મહાનગરના મંત્રી પ્રાર્થનાબેન અમીને જણાવ્યુ હતું કે સિલ્વર ઓક યુનિવર્સિટીમાં કોલેજ પ્રશાસન દ્રારા અવાર નવાર આ રીતે વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂક થતી હોય છે. વિદ્યાર્થી પર જાતિવાચક શબ્દોના વપરાશ અને મહિલા વિદ્યાર્થી સાથે થયેલ ગેરવર્તણૂક બાબતે વાત કરતાં અમીને ઉમેર્યું હતું કે આ જરા પણ સાંખી નહીં લેવાય, અને જરૂર પડશે તો કોલેજ સામે તીવ્ર આંદોલન પણ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં