Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસ...

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ; સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજનું પણ અપમાન કર્યું હતું

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિષે સોશિયલ મિડીયામાં ખોટી માહિતી ફેલાવવા બદલ તેમજ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ એક એક કહેવાતા હિન્દી ફિલ્મ નિર્માતા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરનારા ફિલ્મ ડાયરેક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે,સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જાણવા જેવી બાબત એ છે કે સોસિયલ મીડિયામાં આપના દ્વારા કરવામાં આવતી પોસ્ટ અને એક્ટિવિટી પર પોલીસની બાજ નજર રહેતી હોય છે. તેની સાથે જ કોઈ પણ વિવાદાસ્પદ અથવા કોઈની પણ લાગણી દુભાય તેવી પોસ્ટ કરવા બદલ જેલના સળિયા પણ ગણવા પડી શકે છે.

    તસ્વીર સાભાર ઝી24 કલાક

    તેવામાં મુંબઈના વિવાદીત ફિલ્મ ડિરેકટર અવિનાશ દાસ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વિવાદિત અને ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થાય તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી.

    જે બદલ તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપી અવિનાશ દાસની સોશિયલ મીડિયા પોસ્ટ તપાસ કરતાં સામે આવ્યું કે હાલમાં જ મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયેલા ઝારખંડના મહિલા IAS પૂજા સિંઘલ સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાંચ વર્ષ જુનો ફોટો પોસ્ટ કરી લોકોમાં ગેરસમજ ઉભી કરવાની અને તેઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાની કોશિષ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    - Advertisement -

    અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ કોઇ ફિલ્મ ડાયરેક્ટર અથવાતો કથિત બુદ્ધિજીવી હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જો કે પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે. આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો પણ ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેની પ્રોફાઇલ ચેક કરતા અન્ય પણ અનેક વિવાદિત પોસ્ટ જોવા મળી રહી છે. જેમાં રાષ્ટ્રધ્વજના અપમાન અને સમાજ વિરોધી અનેક ટીપ્પણીઓ કરવામાં આવી છે. તેથી હાલ તો પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.

    મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા પર વિવાદીત પોસ્ટ મુકવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપી ફિલ્મ ડાયરેક્ટર સામે ધી પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટસ ટુ નેશનલ ઓનર એક્ટ 1971ની કલમ 2 તથા આઈટી એક્ટની કલમ 67 મુજબ તેમજ આઈપીસીની કલમ 469 મુજબ ગુનો દાખલ કર્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં