Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદાઉદ વિષે અને સાવરકર વિષે MVAની વિચારધારા અને ઉદ્ધવ ઠાકરેના અનેક રહસ્યો...

    દાઉદ વિષે અને સાવરકર વિષે MVAની વિચારધારા અને ઉદ્ધવ ઠાકરેના અનેક રહસ્યો દિલ ખોલીને બહાર લાવતા એકનાથ શિંદે

    મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન ઉદ્ધવ માટે કપરો સમય છે તેની સામે હવે ઘણા પડકારો છે સત્તા તો હાથ માંથી ગઈ પરંતુ હવે પાર્ટી પોતાના હાથમાં રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જો કે હાલમાં શિવસેનાના જ બંન્ને જુથો સામ સામે આરોપ પ્રતિ આરોપ કરી રહ્યા છે તો સાથે કાનુની લડાઈ પણ ચાલી જ રહી છે.

    - Advertisement -

    રાજનીતિ કેટલી અનિશ્ચિત છે તેનુ ઉદાહરણ હાલની મહારાષ્ટ્રની રાજનિતી છે. એક સમયે રિક્ષા ચાલક રહ્યા એવા એકનાથ શિંદે થોડા દિવસ પૂર્વે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ગઈ કાલે તેમને સપથ લીધા બાદ ફ્લોર ટેસ્ટમાં બહુમત મેળવી પરીક્ષા પાસ કરવાની હતી જે તેમણે 164 મતો મેળવીને પાસ કરી લીધી છે. મહારાષ્ટ્રની વિધાનસભા 288 સીટોની છે એક વિધાયકનું મૃત્યુ થયેલ હોવાથી 287 માંથી 144 મતો પર બહુમતી થતી હતી જેમા એકનાથ શિંદેના પક્ષમાં 164 મતો મળ્યા હતા જેમા ભાજપાના ધારાસભ્યો સાથે શિવસેનાના 40 ધારાસભ્યોનો સહયોગ રહ્યો હતો. જો કે કોગ્રેસ અને અન્ય દળોના કેટલાક ધારાસભ્યો આ મતદાનથી દુર રહ્યા હતા.

    વિશ્વાસ મત મેળવ્યા બાદ વિશેષ સત્રના બીજા દિવસે એકનાથ શિંદેએ કેટલીક ચોકાવનારી વાતો કરી હતી તેઓએ કહ્યું હતું કે “મારી સાથે અન્યાય MVA સરકાર બની ત્યારથી જ શરૂ થયો હતો. મને અપમાનિત કરવામાં આવતો હતો.” વધુમાં તેમણે ઉમેર્યું હતું કે “સાવરકરનુ કોગ્રેસ દ્વારા અપમાન કરવામાં આવતું હતું છતા અમને વિરોધ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવતી હતી, વિચાર કરો અમે સાવરકર માટે બોલી નહોતા શકતા કારણ કે સત્તાના ગઠબંધનમાં કોગ્રેસ હતી.”

    તેઓએ આગળ કહ્યું હતું કે “અમારી સરકાર દાઉદ ઈબ્રાહીમ બાબતે કોઈ જ એક્શન નહોતી લઈ શકતી કારણ કે અમારી સાથે સત્તામાં કોગ્રેસ હતી, ઉદ્ધવ ગુટના લોકો અમને ગદ્દાર કહે છે પરંતુ અમે ગદ્દાર નથી અમે સાચા શિવસૈનિક છીએ જે બાલા સાહેબ અને આનંદ દિગેની વિચારધારા પર ચાલીયે છીએ.” જ્યારે તેઓ ગુહાટી હતા ત્યારે શિવસૈનિકોએ તેમના ઘર પર હમલો કર્યો હતો તે ઘટનાને યાદ કરતા કહ્યું કે “મારા ઘર પર હમલો કરવામાં આવ્યો, અમને ગાળો આપવામાં આવી પરંતુ અમે સાચા છીએ આજે જે પણ કંઈ થયું તે બાબતે ઉદ્ધવ ઠાકરે વિચારવું જોઈએ તેના કારણો જાતે તપાસવા જોઈએ.”

    - Advertisement -

    ફડણવીસે ફ્લોર ટેસ્ટ પછી વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે “વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન વિરોધ પક્ષોના ધારાસભ્યો ‘ED, ED’ બૂમો પાડી રહ્યા હતા. એ સાચું છે કે નવી સરકાર ED દ્વારા બનાવવામાં આવી છે, જેનો અર્થ એકનાથ અને દેવેન્દ્ર છે,” વધુમાં ફડણવીસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઠાકરેનું નામ લીધા વિના ટિપ્પણી કરી હતી કે “મહારાષ્ટ્રમાં વર્ષોથી ‘નેતૃત્વની અનુપલબ્ધતા’ જોવા મળી છે. પરંતુ, ગૃહમાં અમે બે નેતાઓ (તે પોતે અને શિંદે) છે, જે હંમેશા લોકો માટે ઉપલબ્ધ રહેશે.”

    શિવસેના નેતા અને રાજ્ય સભા સાસંદ સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “અમે ચોક્કસપણે કોર્ટમાં તેઓ સામે લડીશું. શિંદે જૂથે શિવસેના છોડી દીધી, તો પછી તેઓ કેવી રીતે દાવો કરી શકે કે તેમનું જૂથ મુખ્ય પક્ષ છે અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા જૂથ નથી? ઠાકરે નામ શિવસેનાનો પર્યાય છે.”

    મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન ઉદ્ધવ માટે કપરો સમય છે તેની સામે હવે ઘણા પડકારો છે સત્તા તો હાથ માંથી ગઈ પરંતુ હવે પાર્ટી પોતાના હાથમાં રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. જો કે હાલમાં શિવસેનાના જ બંન્ને જુથો સામ સામે આરોપ પ્રતિ આરોપ કરી રહ્યા છે તો સાથે કાનુની લડાઈ પણ ચાલી જ રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં