Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નૂપુર શર્માએ જે કહ્યું છે એ સત્ય છે, ભારતે માફી માંગવાની જરૂર...

    ‘નૂપુર શર્માએ જે કહ્યું છે એ સત્ય છે, ભારતે માફી માંગવાની જરૂર નથી’ : નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા ડચ સાંસદ, ઇસ્લામિક દેશોના તુષ્ટીકરણ અંગે પણ ભારતને ચેતવ્યું

    ડચ સંસદે ભાજપના નિષ્કાષિત પ્રવક્તા નુપુર શર્માનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ મામલે ભારતે ઇસ્લામી દેશોની માફી માંગવાની કોઈજ જરૂર નથી.

    - Advertisement -

    પોતાના દેશમાં ઇસ્લામિક કટ્ટરવાદ સામે હંમેશા ખુલીને બોલતા ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા છે. વિલ્ડર્સે ટ્વિટ કરીને કહ્યું કે, પયગંબર મોહમ્મદ વિશે નૂપુર શર્માનું નિવેદન કોઈ પાયાવિહોણા આરોપો નહીં પરંતુ સત્ય અને વાસ્તવિકતા છે. 

    એક ટ્વિટમાં ડચ સાંસદ વિલ્ડર્સ કહે છે કે “ભારતીય નેતા નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના નિવેદનથી આરબ અને ઇસ્લામિક દેશો ગુસ્સે ભરાતા હોય તો એ હાસ્યાસ્પદ બાબત છે. નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિશે સત્ય કહ્યું હતું અને પયગંબરે ખરેખર છ વર્ષીય આયશા સાથે લગ્ન કર્યા હતા. ભારતે માફી શા માટે માંગી?”

    અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “તુષ્ટિકરણ ક્યારેય કામ આવતું નથી. તેનાથી વિવાદ વધુ વણસશે. એટલે મારા ભારતીય મિત્રો, ઇસ્લામિક દેશોથી ડરવાની કોઈ જરૂર નથી. સ્વતંત્રતા માટે અડગ ઉભા રહો અને પયગંબર મોહમ્મદ વિશે સત્ય બોલનાર તમારાં નેતા નૂપુર શર્માનું દ્રઢતાથી સમર્થન કરો.”

    - Advertisement -

    આ ઉપરાંત, વિલ્ડર્સે એક સ્ક્રીનશોટ પણ શૅર કર્યો હતો જેમાં એક પાકિસ્તાની મુસ્લિમ વ્યક્તિ દ્વારા તેમને મારી નાંખવાની અને અમેરિકા અને યુરોપિયન યુનિયનને ખતમ કરી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. સ્ક્રીનશોટ શૅર કરીને તેમણે કહ્યું કે, પાકિસ્તાની અને તૂર્કિશ મુસ્લિમો દરરોજ તેમને આ પ્રકારની ધમકી આપતા રહે છે જેઓ તેમના તથાકથિત પયગંબર મોહમ્મદના નામ પર તેમને મારવા માંગે છે, પરંતુ તેઓ ક્યારેય સત્ય બોલવાનું બંધ કરશે નહીં. 

    અહીં નોંધવું જરૂરી છે કે ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરની ઉશ્કેરણી બાદ અમુક ઇસ્લામિક નેતાઓએ પયગંબર મોહમ્મદના જીવન અંગેના નૂપુર શર્માના નિવેદનને ‘ઈશનિંદા’ અને ‘પયગંબરના અપમાન’માં ખપાવી દીધું હતું. જે બાદ ઓનલાઇન કેમ્પેઈન અને સોશિયલ મીડિયા દ્વારા આ વિવાદ વકરતો ગયો અને પછી ઇસ્લામિક દેશો પણ આ વિવાદમાં કૂદ્યા હતા અને નૂપુર શર્માના નિવેદનની ટીકા કરી હતી. જે બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે નિવેદન નૂપુર શર્માનું વ્યક્તિગત હતું અને તેમાં સરકારનો કોઈ ફાળો ન હતો. વિવાદ બાદ ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધાં હતાં. 

    નૂપુર શર્માના સમર્થનમાં આવેલા ડચ સાંસદ ગીર્ટ વિલ્ડર્સ તેમના દેશમાં ઇસ્લામિક કટ્ટરવાદ અને અંતિમવાદ સામે છેલ્લા લાંબા સમયથી મુખરતાથી અવાજ ઉઠાવતા આવ્યા છે. એક સાંસદ તરીકે તેમણે સ્થળાંતરણનો વિરોધ કરીને કહ્યું હતું કે, આ પ્રકારના સ્થળાંતરણથી સરકાર ‘ઇસ્લામ નામના રાક્ષસને દેશમાં પોષી રહી છે.

    એક ઇન્ટરવ્યૂમાં ડચ સાંસદ વિલ્ડર્સ કહે છે કે, “હું મુસ્લિમોને નફરત કરતો નથી, હું ઇસ્લામને નફરત કરું છું. ઇસ્લામ કોઈ ધર્મ નથી, એ એક અપૂર્ણ વિકસિત સંસ્કૃતિની વિચારધારા છે.” જૂન 2018 માં તેમણે તેમની પાર્ટીની પાર્લામેન્ટરી ઑફિસે ‘પયગંબર મોહમ્મદ કાર્ટૂન સ્પર્ધા’નું પણ આયોજન કર્યું હતું. જોકે, ઓગસ્ટમાં આતંકવાદીઓ તરફથી ધમકીઓ મળવાની વધી ગયા બાદ તેમણે કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો. જે બાદ અનેક ઇસ્લામિક નેતાઓએ તેમની સામે ફતવા પણ જારી કર્યા હતા. 

    2019 માં એક પાકિસ્તાની મુસ્લિમ વ્યક્તિ જુનૈદને વિલ્ડર્સની હત્યાનું ષડ્યંત્ર રચવા બદલ 10 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જુનૈદે એક ફેસબુક વિડીયો પોસ્ટ કરીને કહ્યું હતું કે તે વિલ્ડર્સને નર્કમાં મોકલવા માંગે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં