Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદ્રૌપદી મુર્મૂ મહાદેવના દર્શને પહોંચ્યાં, મંદિર પરિસરની સફાઈ કરી: સાદગી અને શાલીનતાના...

    દ્રૌપદી મુર્મૂ મહાદેવના દર્શને પહોંચ્યાં, મંદિર પરિસરની સફાઈ કરી: સાદગી અને શાલીનતાના થઇ રહ્યાં છે વખાણ

    ગઈ રાત્રે રાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર જાહેર થયા બાદ દ્રૌપદી મુર્મૂએ આશ્ચર્ય સાથે આનંદ વ્યક્ત કર્યો હતો અને આજે સવારે તેમના ઘરની નજીક આવેલા મહાદેવના મંદિરની સાફસૂફી પણ કરી હતી.

    - Advertisement -

    ગઈકાલે રાત્રે ભારતીય જનતા પાર્ટીએ આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર તરીકે ઝારખંડનાં પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂના નામની ઘોષણા કરી હતી. પોતાના નામની જાહેરાત થયા બાદ દ્રૌપદી મુર્મૂ સવારે પોતાના વતન ખાતે મહાદેવ મંદિરના દર્શન કરવા ગયાં હતાં. જ્યાં તેમણે સાફ-સફાઈ પણ કરી હતી. 

    રાષ્ટ્રપતિ તરીકે પોતાનાં નામની જાહેરાત બાદ દ્રૌપદી મુર્મૂ આજે સવારે પોતાના ગૃહ જિલ્લા મયૂરભંજના રાયરંગપુર ખાતેના મહાદેવ મંદિરે દર્શન માટે ગયાં હતાં. અહીં દર્શન કરવા પહેલાં તેમણે મંદિર પરિસરમાં ઝાડુ લગાવી સાફ-સફાઈ કરી હતી. જે બદલ તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે.

    એક યુઝરે લખ્યું કે, “ઓરિસ્સામાં કોઈ પણ શુભ કાર્ય કરવા પહેલાં નજીકના મંદિરે જવાની પરંપરા છે. જ્યાં સામાન્ય રીતે મહિલાઓ દેવતાના સન્માનમાં પરિસરની સફાઈ કરે છે. આ બહુ જૂની પરંપરા છે.”

    - Advertisement -

    એક યુઝરે આગામી રાષ્ટ્રપતિ માટેના ઉમેદવારના આ કાર્યને બિરદાવતા કહ્યું કે, તેમને રાષ્ટ્રપતિ તરીકે જોવા એક ગર્વની બાબત હશે. 

    એક યુઝરે તેમની સાદગી અને સરળતાના વખાણ કરતાં લખ્યું કે, “કેટલાક લોકો ગમે તેટલા મોટા પદ ઉપર પહોંચી જાય તોપણ જમીન સાથે જોડાયેલા રહે છે.” તેમણે કહ્યું કે તેઓ આ મહાન દેશના પ્રથમ નાગરિક બનવા જઈ રહ્યા છે, એ ગર્વપૂર્ણ બાબત છે.

    અન્ય એક યુઝરે પણ દ્રૌપદી મુર્મૂની સરળતા અને સભ્યતાના વખાણ કર્યા હતા અને કહ્યું કે તેઓ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. 

    બીજી તરફ, ઓરિસ્સાના મુખ્યપ્રધાન અને બીજુ જનતા દળના અધ્યક્ષ નવીન પટનાયકે NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂના નામની ઘોષણા થયા બાદ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, ઓરિસ્સાના લોકો માટે આ ગર્વની વાત છે. 

    નવીન પટનાટકે ટ્વિટ કરીને કહ્યું કે, “દેશના સર્વોચ્ચ પદ માટે NDA ના ઉમેદવાર તરીકે ઘોષિત થવા બદલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને શુભેચ્છાઓ. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતી ચર્ચા મારી સાથે કરી હતી ત્યારે ખૂબ આનંદ થયો હતો. ઓરિસ્સાના લોકો માટે આ ગર્વની બાબત છે. તેમણે એમ પણ કહ્યું કે, “મને વિશ્વાસ છે કે શ્રીમતી દ્રૌપદી મુર્મૂ દેશમાં મહિલા સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડશે.”

    બીજી તરફ, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પોતાનું નામ જાહેર થયા બાદ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, “હું પણ આશ્ચર્યચકિત છું. હું માની શકવા તૈયાર ન હતી. હું આભારી છું. વધુ કંઈ નહીં કહું પરંતુ ભારતના બંધારણને અનુસરીને રાષ્ટ્રપતિ તરીકે કામ કરીશ.” તેમણે એમ પણ કહ્યું કે, હું તમામ પાર્ટીઓ અને રાજ્યોને સમર્થન માટે અપીલ કરીશ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં