Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગવાન રામને લડાયક રેમ્બો સાથે સરખાવ્યા, હનુમાનજી ગુસ્સાનું પ્રતિક : છત્તીસગઢ CM...

    ભગવાન રામને લડાયક રેમ્બો સાથે સરખાવ્યા, હનુમાનજી ગુસ્સાનું પ્રતિક : છત્તીસગઢ CM બધેલનું BJP-RSS ને લઈને વિવાદાસ્પદ નિવેદન, કહ્યું; રાહુલ ગાંધી એકજ દમદાર નેતા

    છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભગવાન રામ અને હનુમાનજી વિષે વિવાદાસ્પદ નિવેદન તો આપ્યું જ છે પરંતુ સાથેસાથે તેમણે રાહુલ ગાંધીને સહુથી દમદાર નેતા પણ ગણાવ્યા છે.

    - Advertisement -

    છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રવિવારે (8 મે 2022) ના રોજ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સવાલોમાં ઘેરવાની કોશિશમાં ભગવાન શ્રીરામ અને હનુમાનજી ઉપર આપત્તિજનક ટીપ્પણી કરી હતી,CM બધેલે BJP અને RSS પર નિશાન સાધવાની આડમાં ભગવાન રામને લડાયક રેમ્બો કહ્યા અને હનુમાનજીને ક્રોધના પ્રતિક ગણાવ્યાં. કોંગ્રેસ નેતા તેમજ પ્રદેશના મુખ્યમંત્રીએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ભારત અત્યારે ‘ભડકાઉ અને આક્રમક રાષ્ટ્રવાદ’ ના સમયગાળાથી પસાર થઇ રહ્યો છે, જ્યાં કોઈ આપત્તિ કે અસહમતી માટે કોઈ સ્થાન નથી. ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે આ સમય વીતી જશે અને ફરી એકવાર કોંગ્રેસની સત્તા સ્થપાશે.

    શ્રીરામ અને હનુમાનજી ઉપર CM બધેલની ટીપ્પણી

    છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી બધેલે કહ્યું કે ” રામ અમારી સંસ્કૃતિમાં સમાયેલા છે, રામ સાકાર અને નિરાકાર બંને છે. અમે વિભિન્ન રૂપોમાં રામને સ્વીકાર્યા છે. અમે કબીરના રામ, તુલસીના રામ, અને શબરીના રામને જાણીએ છીએ, રામ દરેક ભારતીઓના હૃદય અને મનમાં રહે છે. આદિવાસી એમનું અલગ રૂપ જોવે છે, અને બુદ્ધિજીવી ભક્ત રામને બીજા રૂપમાં જોવે છે. વધુમાં બધેલે કહ્યું હતું કે ” મહાત્મા ગાંધી પણ રામને માનતા હતા, એમના અંતિમ શબ્દો -‘હે રામ’ હતા. તે રઘુપતી રાઘવ રાજા રામના પાઠ કરતા હતા, પણ આજે ભાજપ અને આરએસએસ જે રામને જોવે છે અને જે એજન્ડા તૈયાર કરેછે, એમણે રામને બદલી નાખ્યા છે. જે રામ મર્યાદા પુરષોત્તમ હતા, જે દરેક ભક્તોના હદયમાં પ્રેમના પ્રતિક તરીકે રહેતા હતા ભાજપ – આરએસએસે તેમને લડાયક રેમ્બો બનાવી દીધા છે. તેવીજ રીતે હનુમાન નમ્રતા ભક્તિ અને જ્ઞાનના પ્રતિક છે, પણ આજ એમના પોસ્ટર આક્રમક છે. જો તમે હનુમાનજીના જુના ચિત્રો જોશો તો તેમાં તમે જોઈ શકશો કે ભગવાન ખુબ સુંદર હતા, ભક્તિ અને ધ્યાન મુદ્રામાં હતા, પણ આજે તે ક્રોધિત અને આક્રમક છે. જે પ્રમાણે તેઓ સમાજની માનસિકતા પ્રસ્થાપિત કરી રહ્યા છે, તેમણે પહેલા રામને આક્રામક દેખાડ્યા અને હવે હનુમાનજી સાથે તેમ કરી રહ્યા છે, અમારા રામ કબીર અને તુલસીના છે, આદિવાસીઓ, ખેડૂતો અને શ્રમિકોના રામ છે, સૌમ્ય રામ જે સર્વવ્યાપી છે.”

    - Advertisement -

    ભાજપનો રાષ્ટ્રવાદ ‘મુસોલીની’ માંથી આવ્યો, કોગ્રેસ ફરી સ્થાપિત કરશે સત્તા

    ભાજપ પર નીશાન સાધવા છત્તીસગઢ સીએમ બધેલે કહ્યું કે આ પાર્ટીનો રાષ્ટ્રવાદ આયાત કરેલો છે, બીએસ મુંજનું નામ લેતાકાહ્યું કે ” મુસોલિનીને કોણ મળતું હતું? તે બેસ મુંજ હતા.. ડ્રમ ટોપી બધું આયાત કરેલું છે. આમના રાષ્ટ્રવાદમાં અસહમતી અને અપ્ત્તિને કોઈ સ્થાન નથી, અમારો રાષ્ટ્રવાદ બિલકુલ અલગ હતો. અમે શરૂઆતથીજ પરંપરાઓ સાથે જોડાયેલા રહ્યા, જેનો વિકાસ શંકરાચાર્ય, કબીર, ગુરુ નાનક, રામકૃષ્ણ પરમહંસ દ્વારા થયો હતો.

    પાર્ટીની સત્તાવાપસીને લઈને સીએમ બધેલે કહ્યું કે ભારતીય સમાજ પ્રેમ, ભાઈચારો, અને સહિષ્ણુતા ઈચ્છે છે, અને આજ દેશની સંસ્કૃતિ રહી છે. અંતમાં માત્ર પ્રેમ અને ભાઈચારો જ જીતશે, કોંગ્રેસના નેતાઓ આશા કરેછે કે જે સમયગાળો દેશ ભોગવી રહ્યો છે તેનો જલ્દીથી અંત આવે, લોકો સમજી ચુક્યા છે કે હવે હદ થઇ ગઈ છે. અલગ અલગ રાજ્યોમાં હિંસા થઇ રહી છે, તેમને કહ્યું કે “હું નામ લેવા નથી માંગતો પણ શું આ હિંસાનું નેતૃત્વ કોઈ કરી રહ્યું છે. આ માથા વગરની રણનીતિ છે, જો એવી રણનીતિ તૈયાર હોય તો તે દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.

    સીએમ બધેલ માટે રાહુલ ગાંધી નિર્ભય રાજનેતા

    પોતાના ઇન્ટરવ્યુંમાં સીએમ બધેલે રાહુલ ગાંધીને એક માત્ર નિર્ભય તેમજ દમદાર રાજનેતા ગણાવ્યા, અને કહ્યું કે તે ભાજપથી નથી ડરતા અને સીધો તેમના પર હુમલો કરે છે. બધેલ મુજબ રાહુલ ગાંધીજ એક માત્ર તએવા નેતા છે જે લોકોના કલ્યાણ નું વિચારે છે, ચાહે પછી તે મોંઘવારીનો વિષય હોય, બેરોજગારી હોય કે પછી જીએસટી કે નોટ બંધી હોય.

    ભૂપેશ બધેલના પિતા ઉપર પણ શ્રી રામ પર આપત્તિ જનક ટીપ્પણીનો આરોપ

    ધ્યાન આપવા જેવી બાબત છે કે માત્ર છત્તીસગઢ રાજ્યના સીએમ બધેલેજ ભાજપના ખભે બંદુક રાખીને હિંદુ દેવી દેવતાઓ ઉપર આપત્તિ જનક ટીપ્પણીઓ કે તેમની છબી પર સવાલ નથી ઉઠાવ્યા, પણ તેના પિતા નંદ કુમાર બુધેલ ઉપર પણ ભગવાન રામ વિષે કથિત રીતે અપમાનજનક ટીપ્પણીઓના આરોપ લાગ્યા હતા. વર્ષ 2021 માં તેમના વિરુદ્ધ એફઆઈઆર થઇ હતી, કારણકે તેમને બ્રાહ્મણો ને લઈને કહ્યું હતું કે તેઓ બ્રાહ્મણોને ગંગાથી વોલ્ગા મોકલશે, જેમ અંગ્રેજ આવીને ગયા તેમ બ્રાહ્મણો પણ સુધરી જાય નહીતર વોલ્ગા જવા તૈયાર રહે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં