Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટTMCની સજા કબુલ-એ ઇસ્લામ : ભાજપના 2 કાર્યકરોને સજા રૂપે બળજબરીથી ઇસ્લામમાં...

    TMCની સજા કબુલ-એ ઇસ્લામ : ભાજપના 2 કાર્યકરોને સજા રૂપે બળજબરીથી ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરાવ્યું; હાઇકોર્ટે CBI,NIAને તપાસનો આદેશ આપ્યો

    ફરિયાદી મહિલાઓએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને જણાવ્યું છે કે તેમના પતિ, સગા સબંધીઓ અને જિલ્લાના કાલિયાચક વિસ્તારના હિંદુ રહેવાસીઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    TMCની સજા કબુલ-એ ઇસ્લામ, વાંચવામાં થોડું અજુગતું લાગે પણ આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળમાં ઘટી છે. કોલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળના માલદામાં બે મહિલાઓ દ્વારા તેમના પતિને વિરોધી પક્ષને સમર્થન આપવા બદલ સજા તરીકે બળજબરીથી ઈસ્લામમાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં સીબીઆઈ અથવા એનઆઈએને તપાસ સોંપવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે રાજ્ય પોલીસને પણ તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો છે.

    પશ્ચિમ બંગાળમાં 2021ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના (TMC) ગુંડાઓએ રાજ્યમાં તેમનો ત્રાસ ફેલાવવાનું શરુ કરી દીધું છે. TMCના ગુંડાઓ રાજ્યમાં ભાજપના કાર્યકરોના હત્યા, બળાત્કાર અને તેમના ઘરોમાં આગચંપી કરી રહ્યા છે. આ કેસમાં પણ બે પીડિતો ભાજપના સમર્થક હોવાનું સામે આવ્યું હતું. સાથે કહેવાઈ રહ્યું છે કે જે રાજનીતિક દળના ગુંડાઓ ધર્માંતરણ કરાવી રહ્યા છે તે બધા જ TMC કાર્યકર્તા છે.

    ફરિયાદી મહિલાઓએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને જણાવ્યું છે કે તેમના પતિ, સગા સબંધીઓ અને જિલ્લાના કાલિયાચક વિસ્તારના હિંદુ રહેવાસીઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યા છે. મહિલાઓએ કહ્યું કે તેમના પતિ વિધાનસભા ચૂંટણી દરમિયાન એક રાજકીય પક્ષ માટે કામ કરતા હતા અને જ્યારે તે પક્ષ ચૂંટણી હારી ગયો, તો વિરોધ પક્ષે તેને સજા આપવાના નામે મુસ્લિમ બનાવી દીધો.

    - Advertisement -

    આ કિસ્સામાં બંને મહિલાઓ બહેનો છે અને સામે તેમના પતિ પણ બન્ને ભાઈઓ છે. તે બંને એક પાર્ટી માટે કામ કરતા હતા. વર્ષ 2021માં તે પાર્ટી વિધાનસભા ચૂંટણી હારી ગઈ હતી. મહિલાઓનો આરોપ છે કે તેમના પતિ 24 નવેમ્બર 2021થી ગુમ છે. આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેની ફરિયાદની અરજી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફાડી નાંખવામાં આવી હતી. આ સાથે જ મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે તેમના પતિઓએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો છે.

    તો બીજી તરફ, પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે પારિવારિક વિવાદોને કારણે બન્નેના પતિઓએ પોતાનું ઘર છોડી દીધું હતું અને પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કર્યો હતો. જે કારણોસર બંનેએ તેમના ઘરે પાછા જવાની ના પાડી હતી. વકીલે કોર્ટને કહ્યું કે ધર્મ પરિવર્તન પહેલા તેમના નામ ગૌરાંગ મંડલ અને બુધ્ધુ મંડળ હતા. હવે તેમની ઓળખ ગૌસલ આઝમ અને મોહમ્મદ ઈબ્રાહીમ તરીકેની છે. આ અંગે તેમણે કોર્ટ સમક્ષ બંનેના ધર્મ પરિવર્તનનું સોગંદનામું પણ રજૂ કર્યું હતું.

    આ મુદ્દે કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ રાજશેખર મંથાએ કહ્યું કે એફિડેવિટનું પુષ્ટિકરણ શા માટે અને કયા હેતુ માટે કરવામાં આવ્યું છે સ્પષ્ટ નથી. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ મામલામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે પોલીસ દ્વારા હજુ સુધી એફઆઈઆર નોંધવાની બાકી છે અને ફરિયાદ મળ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

    કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ધર્માંતરણ સિવાય અન્ય આરોપો પણ છે. જેમાં બળજબરીથી ધર્માંતરણ, સીમાપારથી ઘૂસણખોરી, મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો અને નકલી ચલણનો સંગ્રહ, અપહરણ અને ધાકધમકીનો પણ સમાવેશ થાય છે. કોર્ટે કહ્યું કે આ આરોપો રિટ પિટિશનરોના દાવા સાથે સીધા સંબંધિત નથી, પરંતુ તેમના પતિના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ સાથે સંબંધિત છે.

    મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે માલદા જિલ્લાના એસપીને એફિડેવિટના રૂપમાં પોતાનો સ્વતંત્ર અને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જસ્ટિસ મંથાએ કહ્યું કે પોલીસે અરજદારોના જીવને જોખમને ધ્યાનમાં રાખીને તેમની સુરક્ષાની સમીક્ષા કરવી જોઈએ. આ મામલાની આગામી સુનાવણી 21 જૂને થશે.

    વર્ષ 2021માં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા બાદ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ગુંડાઓ દ્વારા ચૂંટણી બાદ હિંસા કરવામાં આવી હતી. ભાજપના સેંકડો કાર્યકરોની હત્યા, બળાત્કાર અને ઘર છોડીને ભાગી જવાની ફરજ પાડવામાં આવી હતી. ટીએમસીના ગુંડાઓ દ્વારા રાજકીય વિરોધીઓ સામે સામૂહિક આગચંપી અને હિંસા એ TMC ગુંડાઓનો નિત્યક્રમ બની ગયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં