Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઓસ્ટ્રેલિયાની સાજીદા તસનીમની પાકિસ્તાનમાં હત્યા, સસરા મુખ્તાર અહમદે કુહાડાના ઘા જીકીને રહેંસી...

    ઓસ્ટ્રેલિયાની સાજીદા તસનીમની પાકિસ્તાનમાં હત્યા, સસરા મુખ્તાર અહમદે કુહાડાના ઘા જીકીને રહેંસી નાંખી

    ઓસ્ટ્રેલીયન મહિલા તસનીમને તેના જ સસરાએ મારી નાખી હોવાના અહેવાલો આવ્યા છે. આ અગાઉ તસનીમને તેનો પતિ બળજબરીથી પાકિસ્તાન લઇ આવ્યો હતો અને બાદમાં તે ભાગી છૂટ્યો હતો.

    - Advertisement -

    ઓસ્ટ્રેલિયાની સાજીદા તસનીમની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે.પોતાના બાળકો સાથે ઓસ્ટ્રેલીયા પરત જવાની માંગ પર થોડી રકજક બાદ તસનીમના સસરાએ કુહાડાના ઘા જીકીને મૂળ ઓસ્ટ્રેલિયાની સાજીદા તસનીમની ઘાતકી હત્યા કરી દીધી છે, આં ઘટના બાદ ઓસ્ટ્રેલીયા સહીત અનેક દેશોની મુસ્લિમ મહિલાઓએ તસનીમને ન્યાય આપવાની માંગ ઉઠાવી છે.

    મળતી માહિતી મુજબ તસનીમ પાકિસ્તાન જવા નહોતી માંગતી, પણ તેના પતી અયુબ અહમદે તેણે બાળકો સાથે પાકિસ્તાન જવા માટે મજબુર કરતી હતી, જોકે અયુબ તસનીમ અને તેના બાળકોને પાકિસ્તાનમાં મુકીને પોતે ઓસ્ટ્રેલીયા નાસી છુટ્યો હતો.

    તસનીમના પિતા શેર મુહમ્મદ ખાને ન્યુઝ એજન્સી ‘ધ ગાર્જીયન’ સાથે વાત કરતા નિવેદન આપ્યું હતું કે તસનીમના સસરાએ તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો, જેથી તે પરત ઓસ્ટ્રેલીયા ન આવી શકે. ખાન જણાવે છે કે “મારી દીકરીના પાકિસ્તાન પહોંચ્યા બાદ અહમદે તેની પાસેથી બધા દસ્તાવેજોની માંગણી ચાલુ કરી દીધી હતી, વારંવાર માંગણીઓથી ત્રાસીને તસનીમે તેણે પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સોંપી દીધા હતા.”

    - Advertisement -

    એક રીપોર્ટ મુજબ તસનીમના પિતાએ 11 જુને અહમદને તેની દીકરીને મારતા અને અપશબ્દો બોલતા જોયો હતો, ત્યારબાદ તેણે તસનીમના મોઢામાં એક કપડું ઠુંસી દીધું હતું. અને તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

    અહેવાલ મુજબ પોલીસ ઉપાધ્યક્ષ સૈયદ સકલૈન ઝફરે કબુલ્યું હતું કે તસનીમના માથાના ભાગે કુહાડાના ઘા જીકવામાં આવ્યા હતા જ્યાર બાદ તેનું ઘટના સ્થળેજ મોત થયું હતું. એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા ઝફરે કહ્યું કે ” હત્યામાં વપરાયેલ કુહાડો મળી આવ્યો છે. જે આ હત્યામાં અહમદની સંડોવણીને દર્શાવે છે, તપાસ ચાલુ છે, અમે ઘટના સમયે હાજર લોકોની તપાસ કરી રહ્યા છીએ”

    તસનીમના બાળકો હાલ તેમના નાના પાસે છે, જે ઓસ્ટ્રેલીયા દુતાવાસના સંપર્કમાં છે, તસનીમની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઓસ્ટ્રેલીયામાં પણ જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં