Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાદેવનું અપમાન કરનાર ગુજરાત AIMIM નેતા દાનિશ કુરેશીની પોલીસ દ્વારા અટકાયત; અન્યોએ...

    મહાદેવનું અપમાન કરનાર ગુજરાત AIMIM નેતા દાનિશ કુરેશીની પોલીસ દ્વારા અટકાયત; અન્યોએ પણ શિવલિંગ પર અપમાનજનક ટીપ્પણી કરી હતી

    વારાણસી કોર્ટનો આદેશ આવ્યા બાદ હતાશ થઇ ગયેલા ગુજરાત AIMIMના નેતા દાનીશ કુરેશીએ શિવલિંગનું અપમાન કરતી પોસ્ટ સોશિયલ મિડીયામાં કરી હતી. આજે અમદાવાદમાં તેના વિરુદ્ધ ફરિયાદ થતા અમદાવાદ પોલીસે દાનીશ કુરેશીની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    જ્ઞાનવાપી વિવાદિત માળખામામાંથી શિવલિંગ મળ્યા બાદ સ્થાનિક કોર્ટ દ્વારા તેના સંરક્ષણનો આદેશ અપાતાં ગુજરાતનાં AIMIM નેતા દાનિશ કુરેશી દ્વારા શિવલિંગ પર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ હિન્દુ સંગઠનોએ ખૂબ ઉગ્ર રોષ દાખવ્યો હતો અને તેની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. ગઈ કાલે એની વિરુદ્ધ અમદાવાદનાં વાસણા ખાતે પોલીસ અરજી થતાં આજે પોલીસ દ્વારા દાનિશ કુરેશીની અટકાયત કરી લેવામાં આવી છે.

    શિવલિંગને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો ત્યારે અમદાવાદના AIMIM નેતા દાનિશ કુરેશી દ્વારા સોશિયલ મીડિયા પર જ્ઞાનવાપીમાં મળેલા શિવલિંગ અંગે સોશિયલ મીડિયામાં અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી કરી હતી. આ અંગે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા જયદીપસિંહ વાઘેલાએ દાનિશ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જયદીપસિંહ વાઘેલાએ ગુનો નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે અંતર્ગત આજે પોલીસ દ્વારા દાનિશની ધરપકડ કરી લેવામાં આવી છે.

    ઑપઇન્ડિયા સાથેની ખાસ વાતચીતમાં અરજીકર્તાએ જયદીપસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે જ્યારે એમના ધ્યાનમાં કુરેશીની આ ટિપ્પણી આવી ત્યારે દરેક હિન્દુઓની જેમ એમની પણ ધાર્મિક ભાવના આહત થઈ હતી. આથી સર્વે હિન્દુઓ વતી એમણે વાસણા પોલીસ સ્ટેશનમાં કુરેશીને પકડીને એના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા અરજી કરી હતી. વાઘેલાએ વધુમાં જણાવ્યુ હતું કે દાનિશની ધરપકડ માત્રથી કામ પૂરું નથી થતું પણ એને કડકમાં કડક સજા પણ થવી જોઈએ.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટ દ્વારા જ્ઞાનવાપી વિવાદિત માળખામાં મળેલ શિવલિંગની સુરક્ષાને યથાવત રાખતા તથા સરવેને ગેરકાયદેસર ગણવાની ના પાડતા, મોટાભાગના ઇસ્લામવાદીઓની જેમ ગુજરાત AIMIM નેતા પણ હતાશ થઇ ગયા હતા. તેણે પોતાના દરેક સોશિયલ મીડિયા પર હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન શિવલિંગ પર ખૂબ જ કથળતી અને અશ્લીલ ભાષામાં ટિપ્પણી કરી હતી.

    દાનિશની આ ટિપ્પણી બાદ હિન્દુ સંગઠનોએ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને કુરેશીની અટકાયત કરવા સત્તાધીશોને ટકોર કરી હતી. હિન્દુ યુવા વાહિનીના પ્રભારી યોગી દેવનાથે પણ ગુજરાતનાં મુખ્યમંત્રી સામે દાનિશ કુરેશીની ધરપકડની માંગ કરી હતી.

    પોતાની આ અયોગ્ય ટિપ્પણી પર વિવાદ મોટો થતાં દાનિશ મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાના બચાવનો પ્રયાસ કર્યો હતો. એમણે એવું કહીને વાત દબાવવાનો પ્રયત્ન કર્યો કે પોતે એ ટિપ્પણી પોતાની સામાન્ય જ્ઞાન વધારવા માટે કરી હતી.

    પરંતુ ગઇકાલની અરજી બાદ આજે સવારે અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે દાનિશના નિવાસસ્થાને પહોચીને એની ધરપકડ કરી હતી.

    ફક્ત દાનીશ જ નહીં પરંતુ ઘણા સોશિયલ મિડિયા યુઝર્સે પણ શિવલિંગ અને શંકર ભગવાનની ભદ્દી મજાક ઉડાડતી પોસ્ટ કરી હતી. પોતાને કોંગ્રેસના સ્ટેટ કો-ઓર્ડીનેટર ગણાવતા અફઝલ લાખાણીએ પણ થાળી અને પ્યાલાનો ફોટો મુકીને તેને શિવલિંગ સાથે સરખાવીને હિંદુઓની લાગણીઓનું અપમાન કરતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં