Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએવિએશન કોર્પ્સમાં પ્રથમ મહિલા અધિકારી અભિલાષા, અમેરિકાની નોકરી છોડીને દેશ સેવા પસંદ...

    એવિએશન કોર્પ્સમાં પ્રથમ મહિલા અધિકારી અભિલાષા, અમેરિકાની નોકરી છોડીને દેશ સેવા પસંદ કરી

    અમેરિકાની સોફ્ટવેર કંપનીની નોકરી છોડીને હરિયાણાની અભિલાષા બરાકે એવિએશન કોર્પસની પ્રથમ મહિલા અધિકારી બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે.

    - Advertisement -

    એવિએશન કોર્પ્સમાં પ્રથમ મહિલા અધિકારી તરીકે અભિલાષા બરાક પ્રતિષ્ઠિત વિંગમાં જોડાનાર દેશની પ્રથમ મહિલા અધિકારી બની છે. આ અવસર પર સેનાએ બુધવારે (25 મે 2022) તેમનું સન્માન કર્યું છે. 15 મહિલા અધિકારીઓએ આ કોર્પ્સમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ માત્ર 2 અધિકારીઓ જ ટેસ્ટમાં સફળ થયા હતા, જેમાં એવિએશન કોર્પ્સમાં પ્રથમ મહિલા અધિકારી તરીકે અભિલાષા બરાકનો શમાવેશ થાય છે.

    હરિયાણાની 26 વર્ષીય અભિલાષા બરાકે સનવરની ધ લોરેન્સ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. તેણે વર્ષ 2016માં દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (DTU)માંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બીટેક કર્યા બાદ ડેલોઈટ, યુએસએમાં પ્લેસમેન્ટ મેળવ્યું હતું.

    સેનાએ આધિકારિક સુત્રોએ જણાવ્યું હતું કે પાયલટ એપ્ટિટ્યુડ બેટરી ટેસ્ટ અને મેડિકલ બાદ પસંદગી પામ્યા બાદ અભિલાષાએ સફળતાપૂર્વક પોતાની તાલીમ પૂર્ણ કરી છે. ગયા વર્ષે જૂનમાં, બંને મહિલા અધિકારીઓ, જેમણે પ્રથમ વખત પરીક્ષા પાસ કરી હતી, તેમને હેલિકોપ્ટર પાઇલટ તાલીમ માટે નાસિકની કોમ્બેટ આર્મી એવિએશન ટ્રેનિંગ સ્કૂલમાં મોકલવામાં આવ્યાં હતા.

    - Advertisement -

    અગાઉ મહિલાઓને એવિએશન વિંગમાં પાઇલટની જવાબદારી આપવામાં આવતી ન હતી. મહિલાઓના ભાગે માત્ર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને ગ્રાઉન્ડ ડ્યુટી (DG)નું કામ કરવાનું આવતું હતું. જોકે, હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે. અગાઉ, વર્ષ 2018 માં, ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદી ભારતીય વાયુસેનાનું ફાઈટર એરક્રાફ્ટ ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી.

    હરિયાણાની 26 વર્ષીય અભિલાષા બરાકે સનવરની ધ લોરેન્સ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. તેણે વર્ષ 2016માં દિલ્હી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (DTU)માંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બીટેક કર્યા બાદ ડેલોઈટ, યુએસએમાં પ્લેસમેન્ટ મેળવ્યું હતું.

    તેણી વર્ષ 2018 માં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ચેન્નાઈ દ્વારા ભારતીય સેનામાં જોડાઈ હતી. અહીંથી ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તેમણે આર્મી એવિએશન કોર્પ્સ પસંદ કરી. અભિલાષા કહે છે કે તે શરૂઆતથી જ સેનામાં જોડાવા માંગતી હતી. તેમના પિતા વર્ષ 2011માં આર્મીની આ જ વિંગમાંથી નિવૃત્ત થયા હતા. આ પછી, 2013 માં તેમનો ભાઈ પણ ભારતીય સેનામાં જોડાયો હતો.

    તાજેતરમાં ભારતીય સેના દ્વારા શેર કરેલ એક ઇન-હાઉસ ઇન્ટરવ્યુમાં કેપ્ટન અભિલાષા બરાક જણાવે છે કે “લશ્કરી છાવણીમાં મારો ઉછેર થયો છે, અને યુનિફોર્મમાં લોકોથી ઘેરાયેલા હોવા છતાં, મને તે હંમેશા એક સામાન્ય બાબત જેવું લાગતું હતું. 2011 માં મારા પિતાની સેનામાંથી નિવૃત્તિ પછી, અમારું કુટુંબ લશ્કરી જીવનમાંથી બહાર ન આવ્યું ત્યાં સુધી મને તે ક્યારેય સમજાયું ન હતું. 2013 માં મારા મોટા ભાઈની ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં પાસિંગ આઉટ પરેડ જોયા પછી સેનામાં જોડાવાની લાગણી વધુ મજબૂત થઈ હતી. ક્ષણે હું જાણતી હતી કે હું મારા બાકીના જીવન માટે શું કરવા માંગુ છું,”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં