Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણગેરકાયદેસર રોહિંગ્યાઓ અને બંગલાદેશીઓને આપેલ સુવિધાને AAPએ ગણાવી 'સિદ્ધિ': જેના માટે અમદાવાદના...

    ગેરકાયદેસર રોહિંગ્યાઓ અને બંગલાદેશીઓને આપેલ સુવિધાને AAPએ ગણાવી ‘સિદ્ધિ’: જેના માટે અમદાવાદના મુસ્લિમ ફાઇટર્સ ક્લબે કર્યો કેજરીવાલનો જય જયકાર

    જાન્યુઆરી 2020 માં અહેવાલ આવ્યો કે કેવી રીતે આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાન અને કેજરીવાલની દિલ્હી સરકાર દિલ્હીમાં ગેરકાયદે રોહિંગ્યા ઇમિગ્રન્ટ્સને વ્યવસ્થિત રીતે સ્થાયી કરી રહી છે.

    - Advertisement -

    અમદાવાદના મુસ્લિમ વિસ્તાર જુહાપુરા સ્થિત એક સંસ્થા, ‘મુસ્લિમ ફાઇટર્સ ક્લબ’, દ્વારા આયોજિત એક બેઠકનો વિડીયો વાઇરલ થયો છે. જેમાં AAP સમર્થકો સ્વીકારે છે કે કેવી રીતે દિલ્હીની કેજરીવાલ સરકારે ‘શરણાર્થીઓ’ સહિત દિલ્હીમાં મુસ્લિમોના ઉત્થાન માટે ઘણું કાર્ય થયું છે.

    વીડિયોમાં ક્લબ ચલાવતા એક ઈમરાનભાઈએ દાવો કર્યો હતો કે, “મુસ્લિમ સમુદાય હંમેશા નફરતનો ભોગ બન્યો છે અને માત્ર કેજરીવાલ જ મુસ્લિમોના સાચા શુભચિંતક છે. મેં દિલ્હીમાં અમારા મુસ્લિમ ભાઈઓ સાથે વાત કરી છે અને તેઓએ કહ્યું છે કે તેમની સ્થિતિમાં સુધારો થયો છે. અરવિંદ કેજરીવાલ દુનિયાના દરેક ભાગમાં મુસ્લિમોની સંભાળ રાખે છે. તે મુસ્લિમ શરણાર્થીઓની પણ સંભાળ રાખે છે.” તેમણે કહ્યું કે તે સ્પષ્ટ કરશે નહીં કે તેનો અર્થ કયા ‘શરણાર્થીઓ’ છે, પરંતુ પ્રેક્ષકોમાં હાજર મુસ્લિમોને ગણતરીપૂર્વક અનુમાન લગાવવા કહ્યું.

    જાન્યુઆરી 2020માં અહેવાલ આવ્યો કે કેવી રીતે આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાન અને કેજરીવાલની દિલ્હી સરકાર દિલ્હીમાં ગેરકાયદે રોહિંગ્યા ઇમિગ્રન્ટ્સને વ્યવસ્થિત રીતે સ્થાયી કરી રહી છે. વધુમાં, તેઓ ઉત્તર પ્રદેશ સરકારના સિંચાઈ વિભાગની જમીન પર સ્થાયી થયા છે જે લગભગ 5.2 એકર જમીન છે. ઠાસરા નંબર 612ની જમીન કરોડો રૂપિયાની છે જે હવે ગેરકાયદે રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓએ કબજે કરી લીધી છે.

    - Advertisement -

    OpIndia એ પણ અહેવાલ આપ્યો હતો કે કેવી રીતે હિન્દૂ ગરીબોએ અમાનતુલ્લા ખાનના મતવિસ્તાર ઓખલામાં અનાજ વિતરણમાં ધાર્મિક ભેદભાવનો આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે તેઓ હિંદુ હોવાને કારણે અને ‘આપને મત નથી આપ્યો’ એમ કહીને તેમને અનાજ આપવામાં આવતું નથી.

    મુસ્લિમ ફાઇટર્સ ક્લબ શું છે?

    મુસ્લિમ ફાઈટર્સ ક્લબના ઈમરાનભાઈ દાવો કરે છે કે તે લગભગ 3,000 પરિવારોનું એક જૂથ છે જે મુસ્લિમોના અધિકારો માટે લડે છે અને લગ્નો અને આવી અન્ય પરિસ્થિતિઓમાં એકબીજાને મદદ કરે છે. ક્લબ લાંબા સમયથી AAP સમર્થક છે પરંતુ ચૂંટણી પહેલા તેઓ AAPના સમર્થનમાં અવાજ ઉઠાવી આવ્યા છે. તેઓ દાવો કરે છે કે ક્લબના સભ્યોનો ગુજરાતના 7-8 મતવિસ્તારો પર પ્રભાવ છે. તેઓએ ગુજરાતના તમામ મુસ્લિમોને AAPને મત આપવા અપીલ કરી છે.

    ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર બિલકિસ બાનો પણ હાજર રહ્યા હતા. તેઓએ પોતાના ભાષણમાં કહ્યું કે, “કેજરીવાલ ભણેલા નેતા છે અને શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરે છે. જેથી સૌ મુસ્લિમ સમાજના લોકોએ તેમના પક્ષને મત આપવો જોઈએ.”

    કાર્યક્રમ દરમિયાન વચ્ચે ‘નારા એ તકબીર, અલ્લાહ-હું-અકબર’ના નારા પણ લાગ્યા હતા. ઉપરાંત, એવો પણ નારો આપવામાં આવ્યો હતો કે, ‘હાથમાં ઝાડુ લીલું-લીલું, ‘આપ’-મુસ્લિમ ઇલુ-ઇલુ.’

    ગુજરાતની 182 બેઠકો માટે આમ આદમી પાર્ટીએ 158 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થશે. હિમાચલ પ્રદેશ રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ સાથે 8મી ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવશે જે નવેમ્બરની શરૂઆતમાં પૂર્ણ થઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં