Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મહાઠગ’ ફરી ચર્ચામાં : સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું- ‘આ મહાઠગ વિશે સોશિયલ...

    ‘મહાઠગ’ ફરી ચર્ચામાં : સીઆર પાટીલે કાર્યકરોને કહ્યું- ‘આ મહાઠગ વિશે સોશિયલ મીડિયામાં લખજો’

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ હવે વધુ ગરમ બન્યું છે અને ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 'મહાઠગને' હવે સોશિયલ મિડિયામાં ટ્રેન્ડ કરાવજો.

    - Advertisement -

    જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણ વધુ ધારદાર બની રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા એક કાર્યક્રમમાં કોઈનું નામ લીધા વગર નિવેદન આપવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં એક મહાઠગ આવી રહ્યો છે અને જનતાએ ચેતી જવાની જરૂર છે. જે બાદ સોશિયલ મીડિયા પર પણ ‘મહાઠગ’ ટ્રેન્ડ થયું હતું. તેમજ ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલ દ્વારા પણ આ મુદ્દે ટિપ્પણી કરવામાં આવી હતી. હવે આ મુદ્દો ફરી ચર્ચમાં આવ્યો છે. 

    સીઆર પાટિલના નિવેદન બાદ રાજકોટ ખાતે સભા કરવા આવેલા કેજરીવાલે સીઆર પાટીલનું આ નિવેદન પોતાના વિશે હોવાનું કહીને ભાજપ પ્રદેશ પ્રમુખ વિશે ટિપ્પણી કરી હતી. હવે સીઆર પાટીલે ફરીથી ‘મહાઠગ’ શબ્દની એન્ટ્રી કરાવી છે. 

    ભુજ ખાતે પાર્ટીના એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું, “મેં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ સમજી જવાની જરૂર છે કે એક મહાઠગ આવે છે. એ ભાઈ બીજા દિવસે રાજકોટ આવ્યા હતા અને 12 થી 15 વખત મારુ નામ લીધું. એણે એવું કહ્યું કે હું શિક્ષણ અને શાળાની વાત કરું છું તો શું હું ઠગ છું. તો આપણા એક કાર્યકર્તાએ દિલ્હીની એક શાળાનો ફોટો મૂકીને કહ્યું હતું કે તું મહાઠગ છે. અન્ય એક કાર્યકર્તાએ  મહોલ્લા ક્લિનિકનો પણ ફોટો મૂકીને કહ્યું કે આવા ક્લિનિકની અમને જરૂર નથી. આવી ઠગી કરવાની જરૂર નથી.”

    - Advertisement -

    તેમણે  કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, “તમને પણ જ્યારે મોકો મળે ત્યારે નામ લખ્યા વગર ‘મહાઠગ’ લખી દેજો. આજે તમારા ટ્વિટર અકાઉન્ટ અને સોશિયલ મીડિયામાં લખજો કે મહાઠગથી સાવધાન રહેજો.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ભાજપના વન ડે વન ડિસ્ટ્રિક્ટના એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, “ગુજરાત મહેનતુ લોકોનું રાજ્ય છે. અહીં ધોમધખતા તાપમાં પણ આદિવાસી ભાઈ-બહેનો મહેનત કરી લે છે અને પોતાની જાતે રળે છે. પરંતુ કોઈની પાસે હાથ લંબાવતા નથી. ગુજરાતના લોકોને મફત ફાવતું નથી. મફતના નામે મત માંગનારો વ્યક્તિ મહાઠગ છે. લોકો તેને ઓળખી ગયા છે.” 

    તેમણે ઉમેર્યું હતું કે, “એક મહાઠગ ગુજરાતમાં આવી રહ્યો છે. લોકો સાવધાન રહે. ગુજરાતની જનતા જાણે છે કે આ ઠગ કોણ છે. ઠગ મફતની ઓફર કરે છે પરંતુ ગુજરાતને મફતનું કંઈ સદતું નથી. ગુજરાતને મફતની લાલચ આપવાથી લાભ નહીં મળે.” 

    સીઆર પાટીલ દ્વારા આપવામાં આવેલ નિવેદનમાં કોઈ પણનું નામ લેવાયું ન હતું પરંતુ તેના થોડા દિવસો પછી જ આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. અહીં રાજકોટ ખાતે સભા સંબોધતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમને ઠગ અને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે. હવે આ ‘મહાઠગ’ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં