Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’નાં બેવડાં ધોરણો : દિલ્હીમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ ડિમોલિશન ડ્રાઈવનો વિરોધ, પણ...

    ‘આપ’નાં બેવડાં ધોરણો : દિલ્હીમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ ડિમોલિશન ડ્રાઈવનો વિરોધ, પણ પંજાબમાં યોગ્ય ઠેરવ્યું

    પંજાબમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાને હા પણ દિલ્હીમાં એ જ કાર્ય માટે ના, આ પ્રકારના આમ આદમી પાર્ટીના બેવડાં ધોરણો સ્પષ્ટપણે સામે આવ્યાં છે.

    - Advertisement -

    દિલ્હીમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે ચાલી રહેલ ડિમોલિશન ડ્રાઈવને લઈને આમ આદમી પાર્ટી બેવડાં ધોરણો અપનાવી રહી છે. એક તરફ પાર્ટી દિલ્હીમાં ભાજપ શાસિત પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટેની ડિમોલિશન ડ્રાઈવનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ પંજાબમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની હિમાયત કરી રહી છે. નોંધવું જોઈએ કે બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.

    29 એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી ડ્રાઈવને અટકાવી દેવાના બણગા ફૂંક્યા હતા. આમ આદમી પાર્ટીએ મીડિયા ન્યૂઝ 24નો એક વિડીયો શેર કર્યો હતો જેમાં એક દુકાનદારોને તેની ‘ગેરકાયદે દુકાન’નું ડિમોલિશન અટકાવવા બદલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો આભાર માનતા જોઈ શકાય છે.

    દુકાનદારે જણાવ્યું કે, “લાઈનની બાકીની દુકાનો બુલડોઝર દ્વારા તોડી પાડવામાં આવી હતી. આજે બાદ અમારી દુકાનો પણ તોડવાની તૈયારીઓ ચાલતી હતી. એ જ સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આવ્યા અને હસ્તક્ષેપ કરીને અમારી દુકાનો બચાવી લીધી હતી. તેઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી જતા નગરપાલિકા કાર્યકરોએ ભાગી જવાની ફરજ પડી હતી.”

    - Advertisement -

    તેણે એમ પણ જણાવ્યું કે, સ્થાનિક ‘આપ’ ધારાસભ્યના સમર્થનના કારણે MCD દ્વારા તોડી પાડવામાં આવેલ ગેરકાયદેસર દુકાનો ફરીથી બનાવવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીએ આ વિડીયો ટ્વીટ કરતાં લખ્યું છે કે, “દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપને ગુંડાગીરી કરવા દેશે નહીં.”

    પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આમ આદમી પાર્ટીના જ મંત્રી કુલદીપસિંહ ધાલીવાલ પંજાબમાં ગેરકાયદેસર અતિક્રમણ વિરુદ્ધ કાર્યવાહીની હિમાયત કરતા જોવા મળી રહ્યા છે. બીજી મેના રોજ તેમણે સમાચાર એજન્સી ANIને કહ્યું હતું કે, “અમે પંચાયત હસ્તકની જમીન પરથી અતિક્રમણ દૂર કરવાનો નિર્ણય લીધો છે. અમે આ મહિને આ માટેની ડ્રાઈવ શરૂ કરવાનું નક્કી કર્યું છે. પહેલાં અમે ગેરકાયદેસર મકાનો અથવા બાંધકામો ધરાવતા લોકોને વિનંતી કરીશું કે તેઓ સંપત્તિ ખાલી કરે અથવા બુલડોઝર માટે તૈયાર રહે.”

    એક તરફ જ્યાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરને ગેરકાયદેસર અતિક્રમણોથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટી સતત રોડાં નાંખવાના પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ આ જ પાર્ટી પંજાબમાં તે જ પાર્ટી ગેરકાયદેસર મકાનો અને બાંધકામો હટાવવાની હિમાયત કરી રહી છે. આમ ડિમોલિશન ડ્રાઈવ મામલે ‘આપ’ બેવડાં ધોરણો અપનાવી રહી છે.

    અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની માત્ર બે જ રાજ્યોમાં સરકાર છે- દિલ્હી અને પંજાબ. હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પંજાબમાં જીત મળી હતી. જોકે, બાકીના ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટીના ઉમેદવારો લડ્યા હતા પરંતુ તમામ રાજ્યોમાં પાર્ટીનું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હતું. હાલ પંજાબમાં આમ આદમી પાર્ટીના ભગવંત માન મુખ્યમંત્રી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં