Tuesday, March 18, 2025
More

    ફટાકડા ફોડી રહ્યો હતો ભાવનગરનો ફરદીન… યુનુસ મિત્રો સાથે આવ્યો અને ઢાળી દીધું ઢીમ: બીવી સાથે આડા સંબંધોની દાઝમાં કરી હત્યા

    દિવાળીના દિવસે ભાવનગરમાં (Bhavnagar) હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. ભાવનગરના દિવાનપરા રોડ પર આવેલા ગજ્જરના ચોક વિસ્તારમાં રહેલા ફરદીન ઉર્ફે રાવણા (Fardin Ravna) નામના યુવાનની યુનુસ ઝાકરીયા (Yunus Zakariya) નામના યુવાને મિત્રો સાથે મળીને હત્યા (Murder) કરી નાખી હતી. ઘટના ગુરુવારે (31 ઑક્ટોબર) બનવા પામી હતી. પોલીસે હાલ આ કેસને લઈને તપાસ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

    માહિતી અનુસાર, ફરદીન ભાવનગરમાં પોતાના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો. એ દરમિયાન તકનો લાભ લઈને યુનુસ ઝકરીયા તેના મિત્રોને લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. ફરદીન હજુ કઈ સમજે તે પહેલાં જ યુનુસે તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો અને ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને ફરદીન ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.

    આ હત્યાનું કારણ યુનુસની પત્ની સાથે ફરદીનના આડા સંબંધો હોવાનું કહેવાય રહ્યું છે. ફરદીન યુનુસની પત્ની સાથે સંબંધ ધરાવતો હોવાથી યુનુસે તેની દાઝ રાખી ફરદીનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને ગંગાજળિયા પોલીસે બે આરોપીઓને રાઉન્ડઅપ કરી તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.