Tuesday, March 11, 2025
More

    છાવા ફિલ્મ જોઈને જાગૃત થયેલા યુવાનોએ જાહેર શૌચાલય પર લગાવ્યા ‘ઔરંગઝેબ શૌચાલય’ના પોસ્ટર

    ‘છાવા’ (Chhava) ફિલ્મથી પ્રભાવિત થઈને, મધ્યપ્રદેશના ધારમાં હિંદરાજ યુવા સંગઠનના (Hindraj Yuva Sangathan, Dhar) કેટલાક યુવાનોએ રવિવારના (9 માર્ચ, 2025) રોજ ત્રિમૂર્તિ ચાર રસ્તા પર નગરપાલિકાના જાહેર શૌચાલયનું નામ બદલીને ‘ઔરંગઝેબ શૌચાલય’ (Aurangzeb Shauchalaya) રાખ્યું. તેમણે શૌચાલય પર ‘ઔરંગઝેબ ટોઇલેટ’ના પોસ્ટર અને પેશાબગૃહ પર ઔરંગઝેબના ફોટા લગાવ્યા હતા.

    શૌચાલય પર લાગેલા પોસ્ટર

    સંસ્થાના સ્થાપક પંકજ જાધવે જણાવ્યું હતું કે, “’છાવા’ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે ઔરંગઝેબે હિંદુઓ પર અત્યાચાર ગુજાર્યો હતો અને ધાર્મિક સ્થળોનો નાશ કર્યો હતો. તેથી અમે એ ભૂંડા વ્યક્તિને ભૂંડી જગ્યા સાથે જોડવા માટે આ પગલું ભર્યું છે.”

    યુવકે તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો, જેના પછી પોલીસ અને વહીવટીતંત્રને આ વાતની જાણ થઈ. રવિવાર સાંજ (9 માર્ચ, 2025) સુધીમાં, પોલીસે પોસ્ટરો અને ચિત્રો દૂર કરી દીધા. પંકજે આગળ કહ્યું, “અમારો ઉદ્દેશ્ય લોકોને ઔરંગઝેબના કુકર્મો વિશે જાગૃત કરવાનો હતો. અમે કંઈ ખોટું કર્યું નથી.” આ ઘટના હવે શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હિંદરાજ યુવા સંગઠન કહે છે કે તેઓ પોતાની રીતે ઇતિહાસના સત્યને બહાર લાવવા માંગતા હતા.