Friday, December 27, 2024
More

    ‘500 વર્ષ પહેલાં બાબરના માણસોએ અયોધ્યામાં જે કર્યું, જે સંભલમાં થયું અને જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે….ત્રણેયનું DNA એક’: યોગી આદિત્યનાથ

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ગુરુવારે (5 ડિસેમ્બર) એક અગત્યનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, 500 વર્ષ પહેલાં બાબરના માણસોએ અયોધ્યા કુંભમાં જે કર્યું હતું, જે સંભલમાં થયું અને જે બાંગ્લાદેશમાં થયું- આ ત્રણેય ઘટનાઓની પ્રકૃતિ પણ એક જ છે અને તેને અંજામ આપનારાઓનું DNA પણ એક જ છે. 

    અયોધ્યામાં રામ કથા પાર્કમાં આયોજિત રામાયણ મેળાનું ઉદ્ઘાટન કરતી વખતે UP સીએમએ કહ્યું કે, “પાંચસો વર્ષ પહેલાં બાબરના માણસે જે કુંભ અયોધ્યામાં કર્યું હતું. જે કામ સંભલમાં થયું અને જે કામ આજે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. ત્રણેયની પ્રકૃતિ અને ત્રણેયનું DNA એક જેવું જ છે. જો કોઈ એવું માનતું હોય કે આ માત્ર બાંગ્લાદેશમાં જ થાય છે, તો એમ નથી. સમાજને વહેંચતાં તત્વો અહીં પણ છે.”

    તેમણે ઉમેર્યું કે, “સામાજિક એકતાને તોડીને, તમને વહેંચીને, કાપવાની અને અને કપાવાની વ્યવસ્થા પણ કરી રાખી છે. અને આમાંથી ઘણા લોકો એવા પણ છે, જેમણે દુનિયાના દેશોમાં સંપત્તિ ખરીદી રાખી છે. અહીં સંકટ આવશે તો ત્યાં ભાગી જશે. મરનારા અહીં મરતા રહેશે.”