ગુરુવારે (17 ઑક્ટોબર) એક ઑપરેશનમાં ઇઝરાયેલી સેનાએ હમાસના ચીફ યાહ્યા સિનવારને (Yahya Sinwar) ઠાર કર્યો. તેના મૃત્યુ પહેલાંની ક્ષણોનો એક વિડીયો (Video) પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો વાસ્તવમાં ડ્રોન ફૂટેજ છે. જેમાં જોવા મળે છે કે યાહ્યા સિનવાર ઈજાગ્રસ્ત હાલતમાં એક ખુરશી પર બેઠો છે. ડ્રોન તેની નજીક જાય છે, પરંતુ થોડી ક્ષણો સુધી તે હલનચલન કરતો નથી.
Raw footage of Yahya Sinwar’s last moments: pic.twitter.com/GJGDlu7bie
— LTC Nadav Shoshani (@LTC_Shoshani) October 17, 2024
ડ્રોન થોડું વધુ નજીક ગયા બાદ તે હાથમાં લાકડી લઈને ડ્રોન તરફ છુટ્ટી ફેંકે છે. થોડી જ સેકન્ડોનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયોમાં સિનવારનો જમણો હાથ કપાઈ ગયો હોવાનું જણાય છે. ઉપરાંત, તેણે મોં પર માસ્ક બાંધેલું પણ જોવા મળે છે. આસપાસ કાટમાળ જોવા મળે છે, જે સ્થિતિ સંભવતઃ બૉમ્બ બ્લાસ્ટના કારણે સર્જાઈ હતી.
આ વિડીયોની થોડી જ ક્ષણો બાદ ઇઝરાયેલી સૈનિકોએ વધુ એક હુમલો કર્યો હતો, જેમાં સિનવાર માર્યો ગયો. તેનું માથું પણ ફાટી ગયું હતું.