માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સે (જે પહેલાં ટ્વિટર હતું) દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલયનું અકાઉન્ટ ફરીથી રેખા ગુપ્તા સરકારને સોંપી દીધું છે.
@CMODelhi અકાઉન્ટ પરથી જણાવવામાં આવ્યું કે, અમે દિલ્હીવાસીઓને જણાવવા માંગીએ છીએ કે આગળની સરકારે હેન્ડલ બરાબર સોંપ્યું ન હતું. એક્સના નિયમો હેઠળ હવે હેન્ડલ મુખ્યમંત્રી કાર્યાલયના નિયંત્રણમાં આવી ગયું છે. હવે અહીંથી મુખ્યમંત્રી કાર્યાલયની જરૂરી જાણકારી આપવામાં આવશે.”
हम दिल्लीवासियों को सूचित करना चाहते हैं कि पूर्ववर्ती सरकार ने @CMODelhi हैंडल सही तरीके से नहीं सौंपा था। एक्स के नियमों के तहत अब यह हैंडल मुख्यमंत्री कार्यालय के नियंत्रण में आ गया है। अब यहां से मुख्यमंत्री कार्यालय की जरूरी जानकारी साझा की जाएगी।
— CMO Delhi (@CMODelhi) March 13, 2025
धन्यवाद।
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કાર્યાલયનું આધિકારિક અકાઉન્ટ સરકારી સંપત્તિ કહેવાય છે અને સરકાર બદલાય પછી તે તરત નવી સરકાર કે નવા મુખ્યમંત્રીને સોંપી દેવામાં આવે છે. પરંતુ રાજકારણ બદલવા આવેલા અરવિંદ કેજરીવાલે એક નવો ચીલો ચાતર્યો હતો.
કેજરીવાલે આ અકાઉન્ટ ચોરી કરી લીધું અને નામ આપી દીધું હતું- કેજરીવાલ એટ વર્ક. ત્યારબાદ ભાજપે મુદ્દો ઉઠાવ્યો અને એક્સને પણ રજૂઆત કરી હતી. આખરે હેન્ડલ ફરીથી રેખા ગુપ્તા સરકારને પરત સોંપી દેવામાં આવ્યું છે.