Friday, May 16, 2025
More

    પાકિસ્તાનીઓ ઈમરાન ખાન, બિલાવલ ભુટ્ટોનાં એક્સ અકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો– બંનેના એક્સ અકાઉન્ટ ભારતમાં દેખાતાં બંધ થઈ ગયાં છે. સરકારે એક્સને સૂચના આપીને બંનેને બ્લૉક કરાવી દીધાં છે. 

    ઈમરાન ખાન અને ભુટ્ટો બંનેનાં એક્સ અકાઉન્ટ જોતાં હવે ‘અકાઉન્ટ વિથહેલ્ડ’ની સૂચના લખેલી જોવા મળે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ‘લીગલ ડિમાન્ડ’ના પગલે ભારતમાં આ અકાઉન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે. 

    આવું જ બિલાવલ ભુટ્ટોના કેસમાં પણ બન્યું છે. તેનું અકાઉન્ટ પણ વિથહેલ્ડ થઈ ગયું છે. 

    નોંધનીય છે કે આ બંને નેતાઓ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા હતા. જોકે ઇમરાન ખાન તો જેલમાં બંધ છે, પરંતુ તેમની ટીમે તેમના વતી આ કારસ્તાનો ચાલુ રાખ્યાં હતાં. 

    બિલાવલ ભુટ્ટો એ જ ઇસમ છે, જે ભારતને ધમકીઓ આપીને ચર્ચામાં રહેવાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો છે. પૂર્વ વિદેશમંત્રી રહી ચૂકેલા ભુટ્ટોએ તાજેતરમાં ઘણી ફાંકા ફોજદારીઓ કરીને ભારત વિરુદ્ધ ઉશ્કેરણી કરવાના પ્રયાસ કર્યા હતા.