વિદેશી સમાચાર એજન્સી રોયટર્સનું એક્સ અકાઉન્ટ ભારતમાં બ્લૉક કરી દેવામાં આવ્યું છે.
શનિવારે (5 જુલાઈ) રાત્રે આ કાર્યવાહી કરવામાં આવી, ત્યારબાદ રોયટર્સનું X ખાતું ભારતમાં દેખાતું બંધ થઈ ગયું.

અકાઉન્ટ ખોલતાં ‘લીગલ ડિમાન્ડ’ના પગલે અકાઉન્ટ વિથહેલ્ડ કરવામાં આવ્યું હોવાનું લખેલું જોવા મળે છે.
રોયટર્સે આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. સરકાર કે મંત્રાલય તરફથી પણ કોઈ ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી.
એજન્સી ભારતવિરોધી, હિંદુવિરોધી પ્રોપગેન્ડા ફેલાવવા માટે કુખ્યાત છે. ભૂતકાળમાં ઑપઇન્ડિયાએ રોયટર્સનાં ઘણાં કારસ્તાનો ઉજાગર કર્યાં છે.
અપડેટ: પછીથી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી કે તેમણે રોયટર્સનું અકાઉન્ટ બ્લૉક કરવા માટે કોઈ આદેશ આપ્યા નથી અને ટેકનિકલ ખામીના કારણે કાર્યવાહી થઈ હશે.