Friday, March 28, 2025
More

    ‘મીટર પર લખી નાખો ‘ઝમ ઝમ’, ઓછું આવશે વીજળી બિલ’: કંગાળ પાકિસ્તાનમાં મૌલાનાએ આપી સલાહ, લોકો લખવા પણ લાગ્યા

    પાકિસ્તાનમાં મોંઘવારી સાતમા આસમાને પહોંચી છે. આર્થિક સંકટોના કારણે પાકિસ્તાનની સ્થિતિ કંગાળ બની રહી છે અને તેની સીધી અસર પાકિસ્તાની જનતા પર પડી રહી છે. જેના કારણે વીજળી અને અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ છે. આવી સ્થિતિમાં એક પાકિસ્તાની નાગરિકે એક મૌલાના પાસે વીજળી બિલ ઘટાડવા શું કરવું જોઈએ તેવી સલાહ માંગી હતી. જેના જવાબમાં મૌલાનાએ મીટર પર ‘ઝમ ઝમ’ લખી નાખવાની સલાહ આપી હતી.

    પાકિસ્તાનની એક પ્રાઇવેટ ચેનલ પર એક શો પ્રસારિત કરવામાં આવે છે, જેનો કોન્સેપ્ટ એ છે કે, મૌલાના આઝાદ ઝમીલ નામના શખ્સ લોકોની સમસ્યા સાંભળે છે અને તેનું સમાધાન પણ કહે છે. હવે બન્યું એવું કે, કરાચીના એક નાગરિકે શોમાં સવાલ કર્યો કે, તેમનું વીજળી બિલ વધુ આવી રહ્યું છે, તો તેનું સમાધાન શું હોય શકે.

    ત્યારબાદ મૌલાના આઝાદ ઝમીલે વીજળી બિલ ઓછું કરવા માટે એક નુસ્ખો બનાવ્યો હતો અને કહ્યું હતું કે, પોતાના વીજળી મીટર પર આંગળીથી ‘ઝમ ઝમ’ લખી નાખો, તેનાથી વીજળી બિલમાં ઘટાડો થશે. આ વિડીયો વાયરલ થયા બાદ ઘણા પાકિસ્તાની નાગરિકોએ પોતાના મીટર પર ‘ઝમ ઝમ’ લખી પણ નાખ્યું છે!