ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ અભૂતપૂર્વ શૌર્ય સાથે આતંકી દેશના 9 આતંકી ઠેકાણાં ધ્વસ્ત કરી નાખ્યા હતા. તે પછી પાકિસ્તાનના એરબેઝને પણ તબાહ કરી નાખ્યા હતા. આ સમગ્ર ઑપરેશન દરમિયાન લગભગ 200થી વધુ પાકિસ્તાનીઓ માર્યા ગયા હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે, આ સમગ્ર ઑપરેશનમાં મહિલા અધિકારીઓની ભૂમિકા ખૂબ અગત્યની રહી હતી.
રક્ષા સૂત્રોને ટાંકીને ન્યૂઝ18એ દાવો કર્યો છે કે, ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના લગભગ 200થી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાં 42 તેના સૈનિકો હતા. આ ઉપરાંત 7 મેના રોજ આતંકી ઠેકાણાં ધ્વસ્ત કર્યા તે દરમિયાન પણ 170થી વધુ આતંકવાદીઓનો ખાતમો કરી નાખ્યો હતો. આ ઑપરેશનઆમાં અનેક મહિલા પાયલોટ પણ સામેલ હતા. જેના કારણે પાકિસ્તાનને ખૂબ નુકસાન પહોંચ્યું હતું.
આ સાથે જ એર ડિફેન્સ (AD) યુનિટ્સમાં પણ મહિલા સૈન્ય અધિકારીઓએ મોરચો સંભાળ્યો હતો. 25 યુનિટમાંથી લગભગ 2ની કમાન મહિલા કર્નલોએ સંભાળી હતી. આ ઑપરેશન સેનાના મહિલા કમાન્ડિંગ ઓફિસરો (CO) માટે પહેલુ લાઈવ યુદ્ધ હતું. COમાંથી એકે પંજાબના મહત્વપૂર્ણ પઠાણકોટમાં ડિફેન્સ યુનિટનું નેતૃત્વ કર્યું હતું અને બીજા મહિલા અધિકારીએ રાજસ્થાનના સુરતગઢમાં કર્યું હતું.