Thursday, March 6, 2025
More

    ‘મારી નજીક આવીને મોટેમોટેથી બૂમો પાડી, હું અસહજ થઈ ગઈ હતી’: મહિલા સાંસદનો રાહુલ ગાંધી પર આરોપ, ચેરમેનને લખ્યો પત્ર

    સંસદમાં પ્રદર્શન દરમિયાન ધક્કા-મુક્કી વચ્ચે નાગાલેન્ડથી ભાજપનાં એક મહિલા રાજ્યસભા સાંસદે રાહુલ ગાંધી પર દુર્વ્યવહારના આરોપ લગાવ્યા છે. MP ફાંગનોન કોન્યાકે કહ્યું કે, તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યાં હતાં ત્યારે રાહુલ ગાંધી નજીક આવીને ઊભા રહી ગયા હતા અને જોરજોરથી બૂમો પાડવા માંડ્યા, જેના કારણે પોતે અસહજ થઈ ગયાં.

    સાંસદે રાજ્યસભા ચેરમેનને એક પત્ર પણ લખ્યો છે. જેની ઉપર ચેરમેન જગદીપ ધનખડે કહ્યું કે, “મહિલા સાંસદ રડતાં-રડતાં મરી પાસે આવ્યાં હતાં. મને જાણકારી મળી છે. તેમણે મને લેખિત ફરિયાદ આપી છે. હું આ મામલે ધ્યાન આપી રહ્યો છું.”

    ફરિયાદમાં મહિલા સાંસદે જણાવ્યું કે, તેઓ મકર દ્વાર પાસે પ્રદર્શન કરી રહ્યાં હતાં ત્યારે અચાનક વિપક્ષ નેતા રાહુલ ગાંધી તેમની પાર્ટીના સાંસદો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને મોટેમોટેથી બોલીને મારી સાથે ગેરવર્તન કર્યું હતું. તેઓ એટલા નજીક હતા કે મને અસુરક્ષિતતા અનુભવ થવા માંડી. ત્યારબાદ હું દૂર થઈ ગઈ.”

    તેમણે કહ્યું કે, હું ST સમુદાયમાંથી આવું છું અને એક મહિલા છું. રાહુલ ગાંધીના વર્તનથી મારા આત્મસન્માન અને ગરિમાને ઠેસ પહોંચી છે.”