Friday, March 14, 2025
More

    મુરાદાબાદમાં મહિલા કોન્સ્ટેબલને રસ્તા પર રોકી, અશ્લીલ હરકતો કરી માર્યો માર: સલીમ, ઈરફાન, નઈમ સહિત 6 વિરુદ્ધ ગુનો

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદમાં (Moradabad) મહિલા કોન્સ્ટેબલને (Woman Constable) માર માર્યાનો વિડીયો વાયરલ (Video Viral) થયો છે. પીડિતા સાથે અશ્લીલ હરકતો પણ કરવામાં આવી હતી. પોલીસે ઈરફાન, સલીમ, નઈમ અને નઈમની બહેન તથા અન્ય 6 અજાણ્યા લોકો સામે ગુનો દાખલ કર્યો છે. તમામની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

    આ ઘટના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસ લાઈનમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ 30 નવેમ્બરે સાદા કપડામાં ક્યાંક જઈ રહી હતી. રસ્તામાં સલીમ અને ઈરફાને બાઇક પર તેનો રસ્તો રોક્યો હતો અને અશ્લીલ હરકતો પણ કરી હતી. ત્યારબાદ આરોપીએ પીડિત મહિલાને માર માર્યો હતો.

    મારના કારણે પીડિતાને લોહી નીકળવા લાગ્યું હોવાનું પણ સામે આવ્યું છે. મારપીટ દરમિયાન પીડિતા સાથે અશ્લીલ વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.