કર્ણાટકમાં (Karnataka) એક મસ્જિદમાં (Masjid) બુરખાધારી મહિલાને (Woman) ‘તાલિબાની સજા’ આપીને અધમરી કરી દેવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, મસ્જિદની બહાર 38 વર્ષીય મુસ્લિમ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘરેલુ વિવાદને લઈને પહેલાં તેને મસ્જિદ બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ મુસ્લિમ પુરુષોના ટોળાંએ તેના પર બર્બરતા આચરી હતી અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરી દીધો હતો.
પીડિત મહિલા શબીના બાનુ અનુસાર, તેના શોહર જમીલ અહેમદ શમીરે પારિવારિક વિવાદને લઈને મસ્જિદમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પીડિતાની સંબંધી નસરીન અને ફયાઝ નામના એક વ્યક્તિને તવારકેરે સ્થિત જામા મસ્જિદમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો.
મસ્જિદની બહાર મહિલાને ઊભી રાખીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. મુસ્લિમ ટોળાંએ મહિલા પર પથ્થરો ફેંક્યા હતા અને લાઠી-દંડા પાઇપથી તેના પર તૂટી પડ્યા હતા. વિડીયો વાયરલ થયા બાદ પોલીસસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. જેની ઓળખ મોહમ્મદ નિયાઝ, મોહમ્મદ ગૌસપીર, ચાંદ બાશા, ઇનાયત ઉલ્લાહ, દસ્તગીર અને રસુલ તરીકે થઈ છે.