જર્મનીના હેમ્બર્ગમાં રેલવે સ્ટેશન પર એક મહિલાએ અચાનક લોકો પર છરાથી હુમલો કરી દીધો હતો અને 17 લોકોને ઘાયલ કરી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, હેમ્બર્ગના મુખ્ય રેલવે સ્ટેશન પર છરાથી થયેલા હુમલામાં ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. શહેરના ફાયર વિભાગ અનુસાર, હુમલામાં 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે, પોલીસ અનુસાર, પીડિતોનું હજુ કોઈ ચોક્કસ આંકડો કહી શકાય નહીં.
હેમ્બર્ગ પોલીસે વધુમાં એ પણ જણાવ્યું છે કે, એક મોટા ઑપરેશન હેઠળ ઘટનાસ્થળ પરથી જ 39 વર્ષીય જર્મન મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તે મહિલાએ જ લોકો પર છરાથી હુમલો કર્યો હતો. આ હુમલો શુક્રવારે (23 માર્ચ) હેમ્બર્ગના મુખ્ય રેલવે સ્ટેશન પર થયો હતો. ઘણા લોકો હાલ સારવાર હેઠળ છે અને તેમની તબિયત ખૂબ ગંભીર છે.
વધુમાં પોલીસનું માનવું છે કે, શંકાસ્પદ આરોપીએ એકલા જ આ કૃત્ય કર્યું હતું અને તેનો કોઈ ‘રાજકીય હેતુ’ નહોતો. સાથે એ પણ કહેવાયું છે કે, આરોપી મહિલા કદાચ માનસિક પરેશાનીની સ્થિતિમાં હતી. આ હુમલો પ્લેટફોર્મ 13 અને 14 ઓર કરવામાં આવ્યો હતો.