Sunday, March 23, 2025
More

    સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત: લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત

    છેલ્લા લગભગ એકાદ મહિનાથી ચાલતું સંસદનું સત્ર સમાપ્ત થયું છે. શુક્રવારે (20 ડિસેમ્બર) લોકસભા અને રાજ્યસભા વારાફરતી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી. 

    11 વાગ્યે સત્ર શરૂ થયા બાદ પહેલાં નિયમિત કામકાજ અને ચર્ચા બાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત થઈ. 

    રાજ્યસભા સ્થગિત કરતાં પહેલાં સભાપતિ જગદીપ ધનખડે પોતાની ટૂંકી ટિપ્પણીઓમાં સાંસદોના વ્યવહારની ટીકા કરી હતી અને જવાબદારીપૂર્વક વર્તવા માટે આગ્રહ કર્યો હતો. સાથે તેમણે એમ પણ કહ્યું કે, નોટિસો સંસદમાં આવવા પહેલાં મીડિયા પાસે પહોંચી જાય છે, જે યોગ્ય વર્તણૂક નથી. 

    આ સત્રમાં સરકાર ઘણાં અગત્યનાં બિલ લાવી, જેમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ માટેનાં બે બિલ પણ સામેલ છે. જોકે, તેની ઉપર ચર્ચા થઈ નથી અને JPCને મોકલવામાં આવ્યાં છે. 

    જોકે, બંને ગ્રહનો ઘણોખરો સમય વિપક્ષી સાંસદોના હોબાળાના કારણે વેડફાય ગયો અને સમગ્ર સત્ર દરમ્યાન લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી અનેક વખત સ્થગિત કરવી પડી.