Sunday, March 23, 2025
More

    રમજાનમાં બેગમે શારીરિક સંબંધ બનાવવાનો કર્યો ઇનકાર, તો 13 વર્ષના સગીરને પીંખી કરી નાખી હત્યા: આરોપી નજર અલીની ધરપકડ, અઝહર ફરાર

    કાનપુરના અરૌલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મકનપુર ગામમાં અઝહર ઉર્ફે અજ્જુ અને નજર અલી ઉર્ફે હુસૈનીએ તેમની ગર્લફ્રેન્ડ અને બેગમ સાથે શારીરિક સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંનેએ રમજાન ચાલતો હોવાનું કારણ આપીને ના પાડી દીધી. ત્યારબાદ, બંને 13 વર્ષના સગીરને લલચાવીને પોતાની સાથે લઈ ગયા, તેના પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેની ક્રૂરતાથી હત્યા કરી નાખી. પોલીસે 22 વર્ષીય નજર અલીની ધરપકડ કરી છે. જ્યારે અઝહર ફરાર છે.

    સગીરના હાથ-પગ બાંધીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછી દોરડાથી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. જ્યારે તે શ્વાસ લેવા લાગ્યો, ત્યારે બંનેએ તેને લોખંડના સળિયાથી માર માર્યો હતો. આના કારણે ખોપરીથી લઈને હાથ અને પગ સુધીના હાડકાં તૂટી ગયા હતા. પછી આરોપીઓએ સ્ક્રુડ્રાઈવરથી શરીરને વીંધી નાખ્યું હતું. મૃતકના શરીર પર 90 ઈજાના નિશાન મળી આવ્યા છે. હત્યા બાદ લાશને 40 ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના પિતાને 10 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ મોકલવામાં આવ્યો હતો.