Monday, June 23, 2025
More

    ‘આખું પાકિસ્તાન અમારી રડારમાં, રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા સુધી… જ્યાં ધારીએ ત્યાં મારીએ’: આતંકી દેશના આર્મી હેડક્વાર્ટર બદલવાના અહેવાલ પર ભારતીય વાયુસેનાનો જવાબ

    ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાનને તેની હેસિયત દેખાડી દીધી છે. ANI સાથે વાત કરતા એર ડિફેન્સ ચીફ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઈવાને કહ્યું છે કે, જો પાકિસ્તાન આર્મી તેનું જનરલ હેડક્વાર્ટર રાવલપિંડીથી ખૈબર પખ્તુન્ખ્વા ખસેડે તોપણ એ ભારતીય સેનાની રડારમાં રહેશે. તેમણે કહ્યું છે કે, પાકિસ્તાનમાં છેક સુધી ઘૂસીને પ્રહાર કરવાની ભારતીય સેના પાસે ક્ષમતા છે.

    તેમણે કહ્યું છે કે, “આખું પાકિસ્તાન સેનાની રડારમાં છે. ભલે પછી પાકિસ્તાની સેનાના જનરલ હેડક્વાર્ટરને રાવલપિંડીથી ખૈબર પખ્તુન્ખ્વા જેવા વિસ્તારમાં ખસેડી દે. પરંતુ તેમણે એક ઊંડો ખાડો ખોદવો પડશે. અમે આખા પાકિસ્તાનમાં કોઈપણ જગ્યાએ સ્ટ્રાઈક કરી શકીએ છીએ અને લડી શકીએ છીએ. તેમણે બચવા માટે વાસ્તવમાં એક ઊંડો ખાડો ખોદવો પડશે.”

    આ સાથે જ તેમણે પાકિસ્તાની હુમલાઓને નિષ્ફળ કરવાને લઈને કહ્યું છે કે, “અમારું કામ આપણી સંપ્રભુતા, આપણાં લોકોની રક્ષા કરવાનું છે. તેથી મને લાગે છે કે આપણે આપણી માતૃભૂમિને આ હુમલાઓથી બચાવવામાં સક્ષમ રહ્યા છીએ.”