Sunday, March 16, 2025
More

    ‘વ્યક્તિગત મામલાઓની ચર્ચા રાષ્ટ્રાધ્યક્ષોની બેઠકમાં ન થાય’: અદાણી મુદ્દે પ્રશ્ન કરવા ગયો વિદેશી પત્રકાર, પીએમ મોદીએ ટૂંકો જવાબ આપીને શાંત પાડ્યો

    PM મોદી (PM Modi’s America Visit) તાજેતરમાં અમેરિકાની મુલાકાત પર હતા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરી અને તેમાં વિવિધ મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. ત્યારપછી બંને નેતાઓ એક પત્રકાર વાર્તામાં હાજર રહ્યા હતા.

    આ દરમિયાન પત્રકારોએ કરેલા વિવિધ પ્રશ્નોના ઉત્તર પણ નેતાઓએ આપ્યા હતા. આ જ ક્રમમાં PM મોદીને એક વિદેશી પત્રકારે ગૌતમ અદાણી મામલે પ્રશ્ન પૂછ્યો હતો. પત્રકારે પૂછ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ગૌતમ અદાણીના કેસ પર કોઈ ચર્ચા થઈ હતી?

    ત્યારે આ અંગે PM મોદીએ જવાબ આપ્યો હતો કે, “આમારા પરંપરાઓ અને સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની છે. અમે આખી દુનિયાને અમારો પરિવાર માનીએ છીએ. હું દરેક ભારતીયને પોતાનો માનું છું. બીજી વાત એ છે કે આવા અંગત બાબતો માટે બંને દેશોના વડાઓ ન તો મળે છે, ન બેસે છે, ન તો વાત કરે છે.”

    સ્પષ્ટ વાત છે કે જ્યારે બે રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત થાય તેમાં આવા મુદ્દાઓ લેવામાં આવતા હોતા નથી. અદાણી કેસ મુદ્દે ભારત સરકારને કશું લાગતું-વળગતું નથી. એ ઉદ્યોગસમૂહ અને અમેરિકન સરકાર વચ્ચેનો વિષય છે. તેમ છતાં કશુંક મસાલાયુક્ત મળી રહે તેવા આશયથી પ્રશ્નો પૂછતા પત્રકારોને પીએમ મોદીએ જવાબ આપીને ચોખવટ પાડી હતી.