Sunday, March 23, 2025
More

    ‘કેજરીવાલ ભ*વા હૈ… આતંકવાદી હૈ… 100 કમી* મરને પે એક કેજરીવાલ પેદા હુઆ…’: દિલ્હીમાં એક ચૂંટણી રેલીમાં AAP કન્વીનર પોતાના માટે શું બોલ્યા!

    આમ આદમી પાર્ટીના (AAP) સુપ્રીમો અરવિંદ કેજરીવાલનું (Arvind Kejriwal) તાજેતરનું ભાષણ દિલ્હીમાં (Delhi) એક જાહેર કાર્યક્રમમાં વાયરલ થયું હતું. જેમાં તેમણે ભાજપ દ્વારા તેમના વિરુદ્ધ કથિત રીતે બનાવવામાં આવેલી અપશબ્દોની યાદી રજૂ કરી હતી.

    દિલ્હીના ગાંધી નગરમાં એક જાહેર રેલીમાં AAP વડાએ કહ્યું, “કેજરીવાલ ભ*વા હૈ, કેજરીવાલ એક આતંકવાદી હૈ, 100 હરામી મરે થે તબ એક કેજરીવાલનો પેદા હુઆ, કેજરીવાલ ઘટિયા હૈ, કેજરીવાલ ઘીનોના હૈ, કેજરીવાલ પાકિસ્તાની એજન્ટ હૈ.”

    કેજરીવાલના આ આરોપો આવતા મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય રાજધાનીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આવ્યા છે. દિલ્હીની તમામ 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.