Wednesday, April 23, 2025
More

    બંગાળમાં રામનવમીની યાત્રા પહેલાં 40 હિંદુઓને અપાઈ હતી નોટિસ: ભાજપે કહ્યું- આયોજકોને હેરાન કરીને ઉત્સવમાં વિક્ષેપ પાડવાનો મમતા સરકારનો પ્રયાસ

    શનિવારે (4 એપ્રિલ) ભાજપે પશ્ચિમ બંગાળ પોલીસ પર રામનવમી ઉત્સવના આયોજકોને ટાર્ગેટ કરીને સમારોહમાં વિક્ષેપ નાખવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાક્રમ ઇસ્લામપુરના SDMએ ઉત્તર દિનાજપુરના દાલખોલા પોલીસ સ્ટેશન દ્વારા નોંધાયેલા એક કેસ કેસને લઈને મોનોતોષ રૉય ઉર્ફે રાજા નામના એક હિંદુ વ્યક્તિને નોટિસ જારી કર્યા બાદ સામે આવ્યો છે.

    ભાજપે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “આ આદેશ ઉત્તર દિનાજપુરમાં દાલખોલા પોલીસના જુઠા રિપોર્ટ પર આધારિત છે, જેમાં રામનવમી ઉસત્વના પ્રસિદ્ધ આયોજકને ઉપદ્રવી ગણાવીને તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.” પાર્ટીએ કહ્યું કે, માનોતોષ રૉયને તે જણાવવાનું કહેવામાં આવ્યું છે કે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 126 હેઠળ કેસ નોંધાય બાદ તેમણે એક લાખનો બોન્ડ કેમ ન ભરવો.

    વધુમાં કહેવાયું છે કે, પોલીસના દાવા આધાર પર 40 અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ પણ નોટિસ જારી કરવામાં આવી છે. પોલીસે એવો દાવો કર્યો છે કે, આ વ્યક્તિઓ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાને બાધિત કરી શકે છે. ભાજપે સત્તારૂઢ TMC પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ પણ લગાવ્યો છે. ભાજપે કહ્યું છે કે, બંગાળમાં રામનવમી ઉજવવા પર કોઈ તાકાત હિંદુઓને રોકી શકશે નહીં.