ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો વિરુદ્ધ પ્રશાસન કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ જ ક્રમમાં પશ્ચિમ બંગાળ (West Bengal) અને મહારાષ્ટ્રમાંથી (Maharashtra) બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ (Bangladeshi Intruders Arrested) કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાંથી 3 આરોપીઓની તથા મહારાષ્ટ્રમાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળના બર્દવાનના બાજેપ્રતાપપુર માલીર બાગાન વિસ્તારમાંથી રાજુ અહેમદ નામના એક બાંગ્લાદેશીની, તથા તેને ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરવામાં મદદ કરનાર અને તેને ભારતમાં સુવિધા પુરી પાડનાર સુદીપ કુમાર દાસ અને શેખ માજેદ રહેમાનની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રાજુ અહેમદ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ગફરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલદીગરાના કુરસાપુર ગામનો રહેવાસી છે. જેને ભારતમાં પ્રવેશ કરાવવા સુદીપ કુમાર દાસ અને શેખ માજેદ રહેમાને મદદ કરી હતી. રાજુ 10 દિવસથી માજેદ રહેમાનના ઘરે રહી રહ્યો હતો તથા તેની પાસેથી કોઈ પુરાવા પણ મળ્યા નથી. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
બીજી ઘટના મહારાષ્ટ્રના વાશી સ્થિત જૂહુગામમાં 30 વર્ષથી ગેરકાયદે રહેતા એક પરિવારના 3 સદસ્યોની ધરપકડ કરી હતી. જેમાં 48 વર્ષીય શારો અબતાબ શેખ અને તેની 39 વર્ષીય બીવી સલમા સારા શેખનો સમાવેશ થાય છે.
આ પરિવારે પોલીસ સમક્ષ તેઓ જે ફ્લેટમાં રહેતા હતા તેના સ્વામિત્વના દસ્તાવેજો સ્વરૂપે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ અને જન્મના પ્રમાણપત્ર રજૂ કર્યા હતા. જેની તપાસ કરતા સામે આવ્યું હતું કે જન્મના પ્રમાણપત્રો નકલી હતા. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગામી કાર્યવાહી શરૂ કરી હતી.