Monday, April 14, 2025
More

    આંબેડકર જયંતિના નામે રાજકોટમાં ગુંડાગીરી: જાહેરમાં હથિયારો લહેરાવાયા, બાઈકો પર સ્ટંટ કર્યા અને પોલીસ સાથે જીભાજોડી- વિડીયો વાયરલ

    આંબેડકર જયંતિને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ પર ફૂલહાર અને પુષ્પસુમન અર્પિત કરવામાં આવ્યા હતા અને અનેક શહેરોમાં રેલીઓ પણ યોજવામાં આવી હતી. તે જ અનુક્રમે રાજકોટમાં પણ રેલી યોજવામાં આવી હતી. પરંતુ રાજકોટની રેલીમાં આંબેડકર જયંતિના નામે ગુંડાગીરી જોવા મળી રહી હતી.

    એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે રાજકોટમાં આંબેડકર જયંતિ નિમિત્તે યોજયેલી રેલીનો છે. તે વિડીયોમાં જોઈ શકાય છે કે, આંબેડકર જયંતિમાં જાહેરમાં હથિયારો લહેરાવવામાં આવી રહ્યા છે અને બાઈકો પર સ્ટંટ પણ કરવામાં આવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, પણ પોલીસ સાથે પણ જીભાંજોડી થઈ હોવાનું સામે આવ્યું છે.

    વિડીયોમાં જોઈ શકાય છે કે, કેટલાક અસામાજિક તત્વો આંબેડકર જયંતિની રેલીમાં કમર પર છરા બાંધીને નાચતા દેખાયા હતા. તે સિવાય તેઓ જાહેરમાં હથિયારો પણ કાઢે છે અને નાચવા લાગે છે. વધુમાં પોલીસ સાથે પણ મગજમારી થઈ હોવાનું સામે આવ્યું છે.