Wednesday, December 4, 2024
More

    ‘વક્ફ બોર્ડે કર્યો મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પર દાવો’: સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ ફરતા ટ્રસ્ટના ખજાનચીએ કહ્યું- મંદિર દરેક ગણેશભક્તોનું, કોઈ બોર્ડ નહીં કરી શકે કબજો

    દેશભરમાં હાલ વક્ફ બોર્ડની (Waqf Board) ચર્ચાઓ કરવામાં આવી રહી છે. મોદી સરકાર પણ વક્ફ સુધારણા બિલને લઈને તૈયારીઓ કરી રહી છે અને દેશભરમાં તેને લઈને વિચારણા પણ ચાલી રહી છે. તેવામાં જ હવે સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે, વક્ફ બોર્ડે વધુ એક પ્રસિદ્ધ હિંદુ મંદિર પર દાવો ઠોકી દીધો છે. કહેવાય રહ્યું છે કે, મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર (SiddhiVinayak Mandir) પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. બીજી તરફ સિદ્ધિ વિનાયક મંદિરમાં ટ્રસ્ટીએ આધિકારિક નિવેદન પણ આપ્યું છે.

    માહિતી અનુસાર, સોમવારે (18 નવેમ્બર) વક્ફ બોર્ડે મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર પર દાવો કર્યો હતો. જે બાદ હવે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને હિંદુઓ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ઉપરાંત મંદિર ટ્રસ્ટ તરફથી પણ વક્ફ બોર્ડના દાવાનું ખંડન કરવામાં આવ્યું છે.

    આ ઘટનાને લઈને સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટના સભ્ય અને કોષાધ્યક્ષ આચાર્ય પવન ત્રિપાઠીનું એક નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે વિડીયો જારી કરીને આ વિશે નિવેદન આપતા કહ્યું છે કે, “શ્રી સિદ્ધિ વિનાયક મંદિર મુંબઈની આન-બાન અને શાન છે. સમગ્ર વિશ્વમાં રહેતા કરોડો સનાતનીઓની શ્રી સિદ્ધિ વિનાયક મંદિર પર શ્રદ્ધા છે, તેથી સિદ્ધિ વિનાયક મંદિર પર કોઈપણ બોર્ડ કબજો કરી શકતું નથી. આ ગણેશ ભક્તોનું મંદિર અને તેમનું જ બન્યું રહેશે.”