Wednesday, April 2, 2025
More

    ‘જો મોદી સરકાર ન આવી હોત તો, સંસદ ભવન પર પણ દાવો થઈ જાત’: વક્ફ બિલ રજૂ કરતી વખતે કિરેન રિજિજુએ રજૂ કર્યા તથ્યો

    દેશમાં વિરોધ-સમર્થનની વચ્ચે વક્ફ સુધારા બિલ 2024 (Waqf Amendment Bill) લોકસભામાં રજૂ થઈ રહ્યું છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ (Kiren Rijiju) આ બિલ રજૂ કર્યું હતું, દરમિયાન તેમણે ઘણી મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન દોર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે જો આ બિલ ના આવ્યું હોત દેશની કેટલી મિલકતો વક્ફ થઈ જાત.

    કિરેન રિજિજુ જણાવ્યું હતું કે, “કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દિલ્હીમાં 1978થી એક કેસ ચાલી રહ્યો હતો. દિલ્હી વક્ફ બોર્ડ પાસે CGO કોમ્પ્લેક્સ, સંસદ ભવન જેવી ઘણી મિલકતો છે… દિલ્હી વકફ બોર્ડે આના પર દાવો કર્યો અને કહ્યું કે આ વક્ફ મિલકત છે.”

    તેમણે આગળ કહ્યું કે, “તે સમયની UPA સરકારે બધી જમીન ડિનોટિફાઇ કરીને વક્ફ બોર્ડને આપી દીધી હતી. જો અમે આજે આ સુધારો ન લાવ્યા હોત, તો આપણે જે ગૃહમાં બેઠા છીએ, એટલે કે સંસદ ભવન, તેના પર પણ દાવો કરવામાં આવ્યો હોત.”

    તેમણે કહ્યું હતું કે, “જો નરેન્દ્ર મોદીની સરકાર ન આવી હોત અને UPA સરકાર સત્તામાં રહી હોત, તો કોણ જાણે કેવા પ્રકારની ઇમારતો ડીનોટિફાઇ થઈ ગઈ હોત. 123 મિલકતો તો એવી હતી જેને ડિનોટિફાઇડ કરી નાખવામાં આવી હતી.”