લગભગ 13 વર્ષોની મેરેથોન ચર્ચા બાદ આખરે કાલે (બુધવાર, 2 એપ્રિલ 2025) મોડી રાતે લોકસભાના સભ્યોએ વકફ સંશોધન બિલ (Waqf Amendment Bill) માટે પોતાના મત આપ્યા અને પરિણામ બિલના સમર્થનમાં આવ્યું. આખરે સભાપતિએ જાહેર આકર્યું કે બિલ લોકસભામાંથી પસાર થયું જેમનું તેમ. હવે આજે (ગુરુવાર, 3 એપ્રિલ 2025) આ બિલ રાજ્યસભામાં (Rajya Sabha) રજૂ થશે.
ઉપલા ગૃહમાં આગામી તબક્કામાં વકફ બિલ અને મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે, જે ગુરુવારના સુધારેલા કાર્યસૂચિમાં સૂચિબદ્ધ છે. વકફ બિલની વાત કરીએ તો, ભાજપના નેતૃત્વ હેઠળના NDA રાજ્યસભામાં પણ સારી સ્થિતિમાં છે, જેમાં 125 સાંસદો છે જેમાં ભાજપના 98, JD(U)ના ચાર, NCPના ત્રણ, TDPના બે અને છ નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. બિલ પાસ આકરવા માટે રાજ્યસભાના કુલ 245 સાંસદોમાંથી 119 સાંસદોના વોટની જરૂર રહેશે.
બીજી બાજુ વિપક્ષી પાર્ટી ઇન્ડિયા બ્લોક પાસે 88 સાંસદો છે, જેમાં કોંગ્રેસના 27 સાંસદો અને તૃણમૂલ કોંગ્રેસના 13 સાંસદોનો સમાવેશ થાય છે. જો નવીન પટનાયકના નેતૃત્વ હેઠળના બીજેડીના (BJD) સાત સાંસદો ઈન્ડિયા બ્લોકમાં જોડાય તો પણ આ સંખ્યા પૂરતી નહીં હોય.
લોકસભામાં આ બિલ લઘુમતી બાબતોમાં મંત્રી કિરેન રિજિજુએ રજૂ કર્યું હતું. 12 કલાકની લાંબી ચર્ચા અને 1:49 કલાક ચાલેલી મતદાન પ્રક્રિયા પછી, લોકસભામાં હાલના વક્ફ કાયદામાં સુધારો કરતું બિલ 288-232 મતોથી પસાર થયું હતું.