Wednesday, June 18, 2025
More

    શર્મિષ્ઠા પાનોલી સામે ફરિયાદ નોંધાવનાર વઝાહત ખાન કાદરીની ધરપકડ: હિંદુ દેવી દેવતાઓ વિરુદ્ધ કરી હતી અનેક વાંધાજનક પોસ્ટ્સ

    સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પાનોલી (Sharmistha Panoli) વિરુદ્ધ કથિત અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ બદલ ફરિયાદ નોંધાવનાર ફરિયાદી વઝાહત ખાન કાદરીની (Wajahat Khan Qadri Arrested) સોમવારે સાંજે કોલકાતા પોલીસે (Kolkata Police) ધરપકડ કરી હતી.

    29 વર્ષીય ખાનને સોમવારે (10 June) સાંજે 7:05 વાગ્યે એમ્હર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. નોનંધનીય છે કે 1 જૂનથી તે ફરાર હતો, જ્યારે દિલ્હી અને આસામમાં તેની વિરુદ્ધ અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. તપાસના સંદર્ભમાં આસામ પોલીસની એક ટીમ પણ કોલકાતા આવી હતી.

    જે બાદ ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી સોશિયલ મીડિયા પર “દુર્ભાવનાપૂર્ણ અને ઉશ્કેરણીજનક” સામગ્રી અપલોડ કરવાનો આરોપ લગાવતી પોલીસ ફરિયાદના આધારે ખાન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. તેમને મંગળવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.