તાજેતરમાં (20 માર્ચ), અમેરિકાના વર્જિનિયામાં (Virginia, USA) એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની બહાર એક ગુજરાતી (Gujarati) વ્યક્તિ અને તેની પુત્રીની ગોળી મારીને હત્યા (shot dead) કરવામાં આવી હતી. હવે આ કેસમાં ખુલાસો થયો છે કે હત્યા કરનાર વ્યક્તિ તેની દુકાનમાંથી દારૂ લેવા માંગતો હતો અને દુકાન બંધ હોવાથી તેણે આખી રાત રાહ જોઈ, જેના કારણે તેને ગુસ્સો આવ્યો હતો.
સવારે 5:30 વાગ્યે, જ્યારે તેણે પિતા અને પુત્રીને દુકાન ખોલતા જોયા, ત્યારે તે ત્યાં ગયો અને તેમની સાથે ઝગડો કરવા માંડ્યો. પહેલા તેણે પ્રશ્નો પૂછ્યા અને પછી તેમને ગોળી મારી દીધી. આ ઘટનામાં પ્રદિપભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પુત્રી ઉર્મીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હવે પોલીસે આ જ કેસમાં એક આફ્રિકન અમેરિકન વ્યક્તિની ધરપકડ કરી છે. તેની ઓળખ 44 વર્ષીય જ્યોર્જ તરીકે થઈ છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.