Tuesday, June 24, 2025
More

    ‘વહાં સે ગોલી ચલેગી, યહાં સે ગોલા ચલેગા’: પીએમ મોદીએ સશસ્ત્રબળોને આપ્યા નિર્દેશ, જે. ડી વેન્સને કહ્યું હતું– પાકિસ્તાન હુમલો કરશે તો બમણી તીવ્રતાથી પ્રતિકાર કરીશું

    ઑપરેશન સિંદૂર પર માહિતી આપતી વખતે સરકારે જણાવ્યું કે બેઠકોમાં પીએમ મોદીએ સશસ્ત્રબળોને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે જો પાકિસ્તાન તરફથી કોઈ ગોળી ચલાવવામાં આવે તો અહીંથી ગોળા ચાલશે. 

    આ સિવાય, જ્યારે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે. ડી વેન્સે પીએમ મોદીને ફોન કર્યો ત્યારે પણ વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારત પર હુમલા કરશે તો તેનો બમણી તીવ્રતાથી અને વધુ ભયાનક રીતે પ્રતિકાર કરવામાં આવશે. 

    તે જ રાત્રે પછીથી પાકિસ્તાને 26 ઠેકાણે ડ્રોનથી હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ ભારતીય સશસ્ત્રબળો એક્શનમાં આવ્યાં અને પાકિસ્તાનનાં એરબેઝ ઉપર એરસ્ટ્રાઇક કરીને ઘણાં બેઝ પર મિસાઇલો મારી હતી. આ હુમલામાં પાકિસ્તાનને ભરપૂર નુકસાન થયું છે.