Thursday, March 6, 2025
More

    નવ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 6.61% તો ઝારખંડમાં 12.71% મતદાન: યુપી સહિતના ચાર રાજ્યોમાં પેટાચૂંટણીનો પણ પ્રારંભ

    મહારાષ્ટ્ર (Maharashtra) અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને (Jharkhand Assembly Elections) લઈને બુધવારે (20 નવેમ્બર) મતદાનની (Voting) શરૂઆત થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ 288 બેઠકો પર મતદાન યોજવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલુ રહેશે. મહારાષ્ટ્રમાં સવારે 9 વાગ્યા સુધીમાં 6.61% મતદાન થયું હોવાનું સામે આવ્યું છે.

    આ ઉપરાંત ઝરખંડમાં પણ બીજા ચરણની 38 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, સવારે 9 વાગ્યા સુધીમાં ઝારખંડમાં 12.71% મતદાન થયું હોવાનું સામે આવ્યું છે. ઝારખંડમાં પણ સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જે સાંજે 6 વાગ્યા આસપાસ પૂર્ણ કરવામાં આવશે.

    મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી સિવાય ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને કેરળની વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, યુપીની 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવામાં આવી છે. તે સિવાય પંજાબની 4, કેરળની 1 અને ઉત્તરાખંડની 1 બેઠક પર પણ પેટાચૂંટણી યોજવામાં આવી છે.