Thursday, March 27, 2025
More

    વ્લાદિમીર પુતિન આવશે ભારત, રશિયન વિદેશ મંત્રીએ કહ્યું- તૈયારીઓ ચાલી રહી છે

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જલ્દીથી ભારતની યાત્રા કરી શકે છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિની ભારત યાત્રા માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે. 

    ‘રશિયન ઇન્ટરનેશનલ અફેર્સ કાઉન્સિલ’ દ્વારા આયોજિત કૉન્ફરન્સ ‘રશિયા એન્ડ ઇન્ડિયા: ટુવર્ડ અ ન્યૂ બાયલેટરલ એજન્ડા’ને એક વિડીયો સંદેશ દ્વારા સંબોધિત કરતી વખતે તેમણે આ જાણકારી આપી. 

    તેમણે જણાવ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાત લેશે અને આ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન મોદી બે વખત રશિયાની મુલાકાત લઈ ચૂક્યા છે. પહેલી મુલાકાત જુલાઈ મહિનામાં કરી હતી. ત્યારબાદ ઑક્ટોબરમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. ત્યારે તેમણે પુતિનને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ પહેલાં પણ ક્રેમલિન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2025ની શરૂઆતમાં મુલાકાતની તારીખ નક્કી કરવામાં આવશે.