Saturday, November 2, 2024
More

    15 ઓગસ્ટ, 2025ના દિવસે આવશે THE DELHI FILESનું ‘ધ બંગાળ ચેપ્ટર’: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’વાળા વિવેક અગ્નિહોત્રીનું નવું નજરાણું

    ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, જેઓ એક મહત્વપૂર્ણ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યા હતા, તેઓ ટૂંક સમયમાં બીજી આઇકોનિક ફિલ્મ ‘ધ દિલ્હી ફાઇલ્સ’ સાથે પાછા ફરવાના છે. જોકે, આ વખતે અગ્નિહોત્રીએ આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મનો પહેલો ભાગ 15 ઓગસ્ટ, 2025ના રોજ રિલીઝ થશે.

    સમાચાર શેર કરતાં, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું, “વર્ષોના સંશોધન પછી, #TheDelhiFiles ની કહાની એટલી અસરકારક છે કે એક ભાગમાં સમાવી ના શકાય. અમે તમારા માટે ધ બંગાળ ચેપ્ટર લાવવા માટે ઉત્સાહિત છીએ – બે ભાગોમાંથી પ્રથમ, આપણા ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણનું અનાવરણ કરે છે.”

    વિવેક અગ્નિહોત્રી ભૂતકાળમાં ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ વેક્સીન વોર’ જેવી સીમાચિહ્નરૂપ ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે. હવે તે ‘ધ દિલ્હી ફાઇલ્સ’થી સિલ્વર સ્ક્રીન પર આવવા માટે તૈયાર છે.

    વિવેક અગ્નિહોત્રી દ્વારા ઑક્ટોબર 3 ના રોજ રિલીઝ કરવામાં આવેલા ફિલ્મના પોસ્ટરમાં એક બાળકનો પડછાયો બતાવવામાં આવ્યો છે જે પૃષ્ઠભૂમિમાં બતાવેલ રાષ્ટ્રીય પ્રતીક તરફ હાથ ઊંચો કરી રહ્યો છે.